Gujarat

નડિયાદના પીજ રોડ પર આખલા યુદ્ધ, વાહનોને પણ અડફેટે લીધા

By GS TEAM
22 Nov 20251 min read
નડિયાદના પીજ રોડ પર આખલા યુદ્ધ, વાહનોને પણ અડફેટે લીધા

- લોકોના જીવ તાળવે ચોંટયા

- મહાનગરપાલિકાની પશુ પકડનાર ટીમની કામગીરી પર સવાલો ઉઠયાં 

નડિયાદ : નડિયાદના પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગ પીજ રોડ પર ફરી એકવાર બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું, આખલાઓએ પાર્ક કરેલા કેટલાક ૨ વ્હીલર વાહનોને અડફેટે લીધા હતા, જ્યારે કેટલાક બાઇકચાલકો અને રાહદારીઓનો માંડ-માંડ બચાવ થયો હતો. 

નડિયાદના પીજ રોડ પર શ્રેયસ રોડ તરફના માર્ગે બે આખલાઓ સામસામે આવી જતાં યુદ્ધ શરૂ થયું હતું. જેના કારણે અવરજવર કરતા રાહદારીઓ અને બાઈક સવારોના જીવ તાળવે ચોંટયાં હતા. આ ઘટનામાં પાર્ક કરેલા કેટલાક ૨-વ્હીલર વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ જ જગ્યા પર આશરે ૨૫ દિવસ અગાઉ પણ એક આખલાએ પાર્ક કરેલી ગાડીને ભારે નુકસાન પહોંચાડયું હતું. અગાઉ પણ પશ્ચિમ વિસ્તારમાં રખડતા ઢોરોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી મહાનગરપાલિકાની રખડતા પશુઓને પકડવાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યાં છે.