Gujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ભરૂચમાં NH-64 અને રેલવે ટ્રેક ઉપર 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ પૂર્ણ

By GS TEAM
12 Dec 20252 mins read
TukuTouch Logo
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ગુજરાતના ભરુચ જિલ્લામાં આવેલાં કાંથરિયા ગામની નજીક નેશનલ હાઇવે-64 અને ભારતીય રેલવેની ભરુચ-ડાહેજ ફ્રેઇટ લાઇન ઉપર 230 મીટર (130 +100) લાંબા સ્ટીલ બ્રિજના 130 મીટર સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂરું કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ભરૂચમાં NH-64 અને રેલવે ટ્રેક ઉપર 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ પૂર્ણ

Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ગુજરાતના ભરુચ જિલ્લામાં આવેલાં કાંથરિયા ગામની નજીક નેશનલ હાઇવે-64 અને ભારતીય રેલવેની ભરુચ-ડાહેજ ફ્રેઇટ લાઇન ઉપર 230 મીટર (130 +100) લાંબા સ્ટીલ બ્રિજના 130 મીટર સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂરું કર્યું છે.

100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરાયો બ્રિજ

આ સતત સ્ટીલ બ્રિજમાં 130 મીટર અને 100 મીટરની બે સ્પાન છે. જેનો 130 મીટર સ્પાન 9 ડિસેમ્બર 2025 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. લગભગ 18 મીટર ઊંચાઈ અને 14.9 મીટર પહોળાઈ ધરાવતા આ બ્રિજનું વજન અંદાજે 2780 મેટ્રિક ટન છે. ગુજરાતના ભુજ વર્કશોપમાં તૈયાર કરવામાં આવેલા આ સ્ટીલ બ્રિજને 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી, એક શ્રમિકો દટાયાની આશંકા, ચારનું રેસ્ક્યૂ

ટેક્નિકલ પ્રક્રિયા અને સલામતી

બ્રિજના લોન્ચિંગની જટિલ પ્રક્રિયામાં ઉચ્ચ સ્તરીય ટેકનિકલ અમલગીરી કરવામાં આવી હતી. બ્રિજને 14 મીટર ઊંચાઈ પર સ્થાયી કાંક્રીટના ટેમ્પોરરી ટ્રેસલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો. બ્રિજમાં લગભગ 1,22,146 ટોર્સ-શિયર પ્રકારના હાઇ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને મેક-એલોય બાર્સ સાથે 250 ટન ઉઠાવી શકતાં દરેક બે સેમી-ઓટોમેટિક જૅક્સની મદદથી આગળ ધકેલવામાં આવ્યો હતો.


12 કલાકમાં કાર્ય પૂર્ણ

બ્રિજ લોન્ચિંગનું આ જટિલ કાર્ય 12 કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ દરમિયાન ફ્રેઇટ ટ્રૅક્સ પર સમયાંતરે બ્લૉક્સ અને NH-64 પર રોડ ડાઇવર્શન લાગુ કરવામાં આવ્યા હતા. આ બ્લૉક્સ સલામતી જાળવવા અને ફેઝ્ડ લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન ચોક્કસ અમલ સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ રહ્યા. તમામ પ્રવૃત્તિઓ રોડ વપરાશકર્તાઓ તેમજ ચાલુ ફ્રેઇટ ઓપરેશન્સમાં વિક્ષેપને ઓછામાં ઓછું કરવા માટે સુવ્યવસ્થિત રીતે યોજના બનાવીને અમલમાં આવી હતી.

આ પણ વાંચોઃ અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત

મુંબઈ, અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રગતિ

  • 508 કિ.મીમાંથી 330 કિ.મી વાયડક્ટ અને 408 કિમી પિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે
  • 17 રિવર બ્રેજ, 5 પીએસસી (પ્રીસ્ટ્રેસ્ડ કોંક્રિટ) અને 11 સ્ટીલ બ્રિજ, 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનો પ્રથમ 130 મીટર સ્પાન પૂર્ણ થયો છે
  • 235 કિ.મીના પટ પર 4.7 લાખથી વધુ અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવ્યા છે
  • 560 ટ્રેક કિમી (130 રૂટ કિમી) આરસી ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ થયું
  • મુખ્ય લાઇન વાયડક્ટના આશરે 85 કિમી રૂટને આવરી લેતા લગભગ 3700 OHE માસ્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.
  • પાલઘર જિલ્લામાં 7 પર્વતીય ટનલ પર ખોદકામ ચાલુ છે
  • બીકેસી અને શિલ્ફાટા (મહારાષ્ટ્રમાં) વચ્ચેની 21 કિમી ટનલમાંથી 5 કિ.મી NATM ટનલ ખોદવામાં આવી છે
  • સુરત અને અમદાવાદમાં રોલિંગ સ્ટોક ડેપોનું બાંધકામ ચાલુ છે
  • ગુજરાતના તમામ સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ અંતિમ તબક્કામાં છે. ત્રણેય એલિવેટેડ સ્ટેશનો પર કામ શરૂ થઈ ગયું છે અને મહારાષ્ટ્રમાં મુંબઈ ભૂગર્ભ સ્ટેશન પર બેઝ સ્લેબ કાસ્ટિંગ ચાલુ છે.