Gujarat

જામનગરના પીરોટન ટાપુ પર બુલડોઝર ફેરવાયું, 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો દૂર કરાયા

By GS Team
13 Jan 20252 mins read
This article was originally published on 13 Jan 2025
TukuTouch Logo
દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના પીરોટન ટાપુ પર બુલડોઝર ફેરવાયું, 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો દૂર કરાયા

Mega Demolition at Jamnagar Pirotan Island: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદે દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.


દબાણ હટાવવા સરકારની ઝીરો ટોલરન્સ નીતિ 

પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્ત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. તેમજ ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

શા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી?

- રાષ્ટ્રીય સુરક્ષા: પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે. 


- સમુદ્રી જીવસૃષ્ટિ: પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદે દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.

- મહત્ત્વના ઉદ્યોગો માટે ખતરો: અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. જીએસએફસી, રિલાયન્સ, ન્યારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્ત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદે અવરજવર ગંભીર ખતરો ઊભો કરતું હતું.


- NDPS સંબંધી પ્રવૃત્તિઓ: આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું.

- સમુદ્રી વનસ્પતિને નુકસાન: અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું.

આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.