Get The App

'મેં તો વિચાર્યું જ નહોતું કે આવું થશે...', અમદાવાદ પ્લેન ક્રેશનો VIDEO બનાવનાર કિશોર સામે આવ્યો

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
'મેં તો વિચાર્યું જ નહોતું કે આવું થશે...', અમદાવાદ પ્લેન ક્રેશનો VIDEO બનાવનાર કિશોર સામે આવ્યો 1 - image

Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગુરૂવારે બપોરે (12 જૂન) જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે આખી ઘટનાનો વીડિયો એક કિશોરના કેમેરામાં રેકોર્ડ થયો હતો. એવામાં અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો હતો કે, બધું આટલું જલ્દી થયું તો તેનો વીડિયો કોઈના ફોનમાં કેવી રીતે રેકોર્ડ કરી લીધો? આ તમામ સવાલોનો જવાબ વીડિયો રેકોર્ડ કરનારા કિશોરે ખુદ આપ્યા છે.  

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, રાજકોટમાં થશે પૂર્વ CMના અંતિમ સંસ્કાર

જાણો શું કહ્યું કિશોરે? 

અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વીડિયો રેકોર્ડ કરનારો કિશોર ડરી ગયો છે. ગુરૂવારે જ તે પોતાના ગામથી અમદાવાદ પહોંચ્યો હતો. અહીં પહોંચીને તેણે જોયું કે, ઘરની પાસે જ એરપોર્ટ છે. એરપોર્ટથી સતત વિમાન અવર-જવર કરી રહ્યા હતા. આ દ્રશ્યએ તેને ઉત્સાહિત કર્યો અને તેની પાસેથી પસાર થઈ રહેલા વિમાનનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્લાન બનાવ્યો. તેનો પ્લાન હતો કે, વિમાનનો વીડિયો બનાવીને ગામડે લઈ જશે અને મિત્રોને બતાવશે. જોકે, આ દરમિયાન એર-ઈન્ડિયાનું બોઇંગ-787 વિમાને ઉડાન ભરી. જ્યારે આ વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઉડ્યું તો આર્યને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જોતજોતામાં વિમાન નીચે આવી ગયું અને બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, તેનાથી લાગેલી આગથી આખો વિસ્તાર ધુમાડાગ્રસ્ત થઈ ગયો હતો. 

આ પણ વાંચોઃ કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં, કેરાલા યુનિવર્સિટીના ખોદકામ દરમિયાન મળી સફળતા

તેણે જણાવ્યું હતું કે, 'જ્યારે હું વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો તો તેને ખબર નહતી કે, આ વિમાન પડી જશે અને 274 લોકોના મૃત્યુ થઈ જશે. હું ફક્ત મારા મિત્રોને બતાવવા માટે વિમાનનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. એર ઈન્ડિયાના બોઇંગ-787 પહેલાં પસાર થતા વિમાન ઘણી ઊંચાઈથી જઈ રહ્યા હતા પરંતુ, આ ખૂબ નીચેથી પસાર થતું હતું. નીચેથી પસાર થતા વિમાનને લઈને મનમાં પ્રશ્ન થયો પરંતુ હું કંઈ સમજી શકું તે પહેલાં જ આખું વિમાન આગનો ગોળો બની ગયું અને વિમાનમાં સવાર લગભગમાં તમામના મોત નિપજ્યા.'