Gujarat

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા

By GS TEAM
3 Mar 20261 min read
સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા

અગાઉ યુવતી સહિત ચાર શખ્સ રૃ.૭૨.૫૦ લાખ સાથે પકડાયા હતા

સાણંદના જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવી વીડિયો ઉતારી એક કરોડ પડાવી લીધા હતા

સુરેન્દ્રનગરસાણંદ તાલુકાના શાંતિપુરા ગામે રહેતા હુસેનઅલી અબ્દુલઅલી મોમીન જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવા એક યુવતી દ્વારા બીભત્સ વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૃ.૦૧ કરોડ પડાવ્યા હતા.

ભોગ બનનાર જમીન દલાલે બી ડિવિઝન પોલીસ મથકે ૦૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ હનિટ્રેપના બનાવમાં સંડોવાયેલ શખ્સો પૈકી ચાર શખ્સો (૧) એક મહિલા (૨) તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક (રહે. અખીયાણા, તા.પાટડી)(૩) સાહિલખાન સરદારખાન મલેક (રહે. માલવણ, તા.પાટડી) (૪) આસિફખાન મોહબતખાન મલેક (રહે. અખીયાણા, તા.પાટડી)ને રોકડ રકમ, કાર અને પિસ્તોલ સહિત કુલ રૃ.૭૨.૫૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો પોલીસ પકડથી દૂર હતા જેમને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં એલસીબી, પેરોલ ફર્લો સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ફરાર (૧) અરબાઝખાન હયાતખાન મલેક (રહે. અખીયાણા, તા.પાટડી)ને અને અમનખાન મહેબુબખાન મલેક (રહે. ઈંગરોડી, તા.લખતર)ને રોકડ રૃ.૨૩.૭૫ લાખ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.