Gujarat

વડોદરા જિલ્લાના સાવલીના વેપારીનો મૃતદેહ મળ્યો: શંકાસ્પદ મોત

By GS Team
14 Feb 20221 min read
This article was originally published on 14 Feb 2022
વડોદરા જિલ્લાના સાવલીના વેપારીનો મૃતદેહ મળ્યો: શંકાસ્પદ મોત

વડોદરા, તા. 14

વડોદરા જિલ્લાના સાવલી નગરના પશુ દવાખાના પાસેથી એક મૃત દેહ મળી આવતા લોકટોળા ઉમટી પડ્યા જે અંગેની જાણ સાવલી પોલીસ ને કરવામાં આવતા સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સાવલી પોલીસે તપાસ કરતાં મૃતદેહ સાવલીના અનાજ કરિયાણા નો વેપાર કરતાં રશીદ ભાઈ વ્હોરા નામના યુવક નો હોવાનું જણાઈ આવ્યું હતું.


વેપારી યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાનું જણાતા આ ખૂન છે કે આપઘાત તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક વેપારી યુવક 36 વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું વેપારી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સાવલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.