Get The App

પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના હિન્દી વિભાગની ૧૦૦ ટકા પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિની હિમાલયા મહેતાએ કઠીન ગણાતી યુજીસી નેટ( નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા પાસ કરવાની સિધ્ધિ મેળવી છે.

શહેરના વિશ્વામિત્રી ઓવરબ્રિજ પાસે રહેતી હિમાલયા મહેતા જન્મથી જ જોઈ શકતી નથી.આમ છતા તેણે હિન્દીમાં બીએ અને એમએની ડિગ્રીની સાથે સાથે તબલામાં તેમજ વોકલ મ્યુઝિકમાં વિશારદ પણ કર્યું છે.હિમાલયા કહે છે કે, હું આજે જે પણ છું તે મારા માતા-પિતા અને આર્ટસ ફેકલ્ટીના અધ્યાપકોના કારણે છું.પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થીઓ માટે  બ્રેઈલ લિપિમાં બહુ ઓછુ સાહિત્ય ઉપલબ્ધ છે.ખાસ કરીને ધો.૧૨ પછી તો તમારે તમારા પોતાના પર જ આધાર રાખવાનો હોય છે.મારા માતા પિતા અભ્યાસ માટેના  પુસ્તકોનું રેકોર્ડિંગ કરતા હતા અને હું તે સાંભળીને પરીક્ષાની તૈયારી કરતી હતી.

હિમાલયાના કહેવા પ્રમાણે નેટ પરીક્ષા માટે મારા માતા-પિતાએ ૬૦૦૦ પેજ વાંચીને રેકોર્ડ કર્યા હતા.એ પછી રાઈટરની મદદથી મેં પરીક્ષા આપી હતી.જેમાં ત્રીજા પ્રયત્ને મને સફળતા મળી છે.આ પહેલા ૨૦૨૪માં મેં ૭૫ ટકા સાથે એમએની ડિગ્રી મેળવી હતી.ં છું.બીજા પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થીઓને હું એક જ વસ્તુ કહેવા માગુ છું કે, હિંમત ના હારતા..તમારામાં ધગશ હશે તો તમને સફળતા મળશે જ.