For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગરથી ભાજપ માટે ચિંતાના સમાચાર, 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન પણ યોજાયું

Updated: May 4th, 2024

જામનગરથી ભાજપ માટે ચિંતાના સમાચાર, 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન પણ યોજાયું

Parshottam Rupala Controversy : રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જામનગરમાં ભાજપ માટે ચિંતાના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, બીજી તરફ જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન પણ યોજાયું હતું.

ભાજપ નેતા અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

જામનગરમાં ભાજપના 500થી વધુ કાર્યકરો અને હરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાની હાજરીમાં ભરતી અભિયાન હાથ ધરાયું હતું. જણાવી દઈએ કે, અગાઉ પણ અનેક કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ રૂપાલા હોવાનું મનાય રહ્યું છે.

જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું

બીજી તરફ જામનગરના ખીજડીયા બાયપાસ પાસે રાજપૂત સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરાઈ હતી. જેમાં રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં જણાવ્યું હતું કે, રાજપૂત સમાજ કોઈપણ ભોગે નમવા તૈયાર નથી. 7મી મેના રોજ યોજનાર મતદાનમાં વધુમાં વધુ ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે માટે રાજપૂત સમાજના ભાઈઓ તેમજ બહેનો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે પહોંચી જશે. રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા ધર્મરથ ગામડે ગામડે ફેરવવામાં આવી રહ્યો છે અને પાર્ટ 3 પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.


Gujarat