For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઊંઝામાં ચૂંટણી સભા દરમિયાન ભાજપ નેતા અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી થયું મોત

Updated: May 4th, 2024

ઊંઝામાં ચૂંટણી સભા દરમિયાન ભાજપ નેતા અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી થયું મોત

Heart Attack : ઊંઝાના કહોડા ગામે ભાજપ નેતાનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલની ચૂંટણી સભા દરમિયાન પૂર્વ તાલુકા ઉપ પ્રમુખ ભરતભાઈ પટેલ અચાનક ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને ઊંઝા તાલુકા પૂર્વ ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ કહોડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે ઊંઝા ખાનગી હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં તેમનું મોત નિપજયું હતું. 

કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરાનું નિધન

કુતિયાણા (પોરબંદર)ના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા કરશનભાઈ ઓડેદરાનું આજે નિધન થયું છે. જેને લઈને આજે પોરબંદરમાં ભાજપનો રોડ શો રદ્દ કરાયો છે.

Gujarat