Get The App

વડોદરાના ગાજરાવાડીમાંથી બાઈક ઉઠાવગીર પકડાયો, ચોરેલી બે મોટરસાયકલ કબજે

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના ગાજરાવાડીમાંથી બાઈક ઉઠાવગીર પકડાયો, ચોરેલી બે મોટરસાયકલ કબજે 1 - image

Vadodara Bike Theft : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગાજરાવાડી વિસ્તારમાંથી એક બાઈક ઉઠાવગીરને ઝડપી પાડી ચોરેલી બે મોટરસાયકલ કબજે કરી છે.

ગાજરાવાડી પાણીને ટાંકી પાસેથી પસાર થતાં એક મોટરસાયકલ સવારને પોલીસે અટકાવી બાઈકના કાગળ માંગતા તેની પાસે કાગળ મળી આવ્યા ન હતા. જેથી તેને પોલીસ સ્ટેશનને લઈ જઈ પૂછપરછ કરતા આ મોટરસાયકલ તેણે 15 દિવસ પહેલા ફતેગંજ વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન બાઈક ઉઠાવનારનું નામ હિતેશ પ્રતાપભાઈ પરમાર (શાંતિવન સોસાયટી ન્યુ સમા રોડ) હોવાનું ખુલ્યું હતું. તેણે ત્રણ મહિના અગાઉ પણ છાણી વિસ્તારમાંથી એક મોટરસાયકલ ચોરી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.