Gujarat

ચુપચાપ ખડે રહો, કોઇ હલ્લા મત કરના, વરના જાન સે જાઓગે: સચિન GIDCમાં બાઇક સવાર લૂંટારૂઓનો આતંકઃ 30 મિનીટમાં બે શ્રમિકોના લૂંટયા

By GS Team
4 Jan 20222 mins read
This article was originally published on 4 Jan 2022
ચુપચાપ ખડે રહો, કોઇ હલ્લા મત કરના, વરના જાન સે જાઓગે: સચિન GIDCમાં બાઇક સવાર લૂંટારૂઓનો આતંકઃ 30 મિનીટમાં બે શ્રમિકોના લૂંટયા




- મોબાઇલ અને રોકડ લૂંટી લીધી, પકડવાનો પ્રયાસ કર્યો હતો ચપ્પુ વડે હુમલો કર્યો, પોલીસને લૂંટારૂ ટોળકીની મહત્વની કડી હાથ લાગી

સુરત
સચિન જીઆઇડીસી વિસ્તારમાં વહેલી સવાર કામધંધા પર જઇ રહેલા શ્રમજીવીઓને આંતરી ચપ્પુની અણીએ બાનમાં લઇ અથવા તો ઇજા પહોંચાડી લૂંટ કરતી બાઇક સવાર ટોળકીએ જીઆડીસીની કંપનીના આસીસ્ટન્ટ સિક્યુરીટી ઓફિસર અને મશીન ઓપરેટરને નિશાન બનાવી રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી આતંક મચાવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે પોલીસને લૂંટારૂ ટોળકીનું પગેરૂ મેળવવામાં મહત્વની કડી હાથ લાગી છે.
સચિન જીઆઇડીસીના ઇશ્વરનગરની પાંડેની ચાલમાં રહેતો અને જીઆઇડીસીની કંપનીમાં આસીસ્ટન્ટ સિક્યુરીટી ઓફિસર તરીકે નોકરી કરતો રાજુસીંગ બાસદેવસીંગ રાજપૂત (ઉ.વ. 50) આજે વ્હેલી સવારે 4.45 કલાકે ચા-નાસ્તા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે જીઆઇડીસી રોડ નં. 2 પર રાજકમલ ચોકડી પાસે બાઇક પર ઘસી આવેલા ત્રણ લૂંટારૂઓએ રાજુની સામે બાઇક ઉભી કરી બે તમાચા મારી મોબાઇલ લૂંટી લીધો હતો અને બીજાએ ચપ્પુ વડે બાનમાં લઇ ચુપચાપ ખડે રહો, ઔર જો સામાન હે વો નિકાલને દો એમ કહી રોકડા રૂ. 900 લૂંટી બાઇક પર ભાગી રહ્યા હતા.


ત્યારે રાજુએ પકડવાનો પ્રયાસ કરતા ચપ્પુ વડે પેટમાં ઇજા પહોંચાડી હતી. આ ઘટનાની માત્ર 30 મિનીટમાં આ લૂંટારૂ ટોળકી જીઆઇડીસીની સરદાર ચોકડી પાસે ત્રાટકી હતી. જીઆઇડીસીની મીલમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા રવિકુમાર ભગવતીપ્રસાદ ગૌડ (ઉ.વ. 46 રહે. શૈલેષની ચાલ, કંસાર રોડ, સચિન) ને વ્હેલી સવારે ઘરે જઇ રહ્યો હતો ત્યારે આંતરી બે તમાચા મારી ચપ્પુ વડે બાનમાં લઇ કોઇ હલ્લા મત કરના, વરના જાન સે જાઓગે એમ કહી મોબાઇલ અને રોકડા રૂ. 1150 ની મત્તા લૂંટીને ભાગી ગયા હતા.