Gujarat

ભાવનગરમાં નાગરીકતા સંશોધન બીલના સમર્થનમાં બાઈક રેલી

By GS Team
24 Dec 20191 min read
This article was originally published on 24 Dec 2019
ભાવનગરમાં નાગરીકતા સંશોધન બીલના સમર્થનમાં બાઈક રેલી

ભાવનગર, તા. 24 ડિસેમ્બર 2019, મંગળવાર

નાગરીક સંશોધન બીલના સમર્થનમાં આજે મંગળવારે ભાવનગર શહેરમાં ભાવનગર નાગરીક સમિતિએ બાઈક રેલીનુ આયોજન કર્યુ હતું. આ બાઈક રેલી શહેરભર ફરી હતી અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું. નાગરીકતા સંશોધન બીલને ભાવનગર નાગરીક સમિતિએ આવકાર્યુ હતું. 

ભાવનગર નાગરીક સમિતી દ્વારા નાગરીકતા સંશોધન બીલ (સીએબી)ના સમર્થનમાં આજે મંગળવારે સાંજના સમયે બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ બાઈક રેલી પરીમલ તપસ્વી બાવાની વાડીએથી નિકળી હતી અને દક્ષિણામૂર્તિ, પરીમલ ચોક, ઘરશાળા, તખ્તશ્વર, માધવદર્શન, કાળાનાળા, સર તખ્તસિંહજી હોસ્પિટલ, બારસે મહાદેવની વાડી, મામાના ઓટલે, જશોનાથ ચોક, મોતીબાગ થઈને કલેકટર કચેરી પહોંચી હતી. જિલ્લા કલેકટર કચેરીએ નાગરીકતા સંશોધન બીલના સમર્થનમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું. બાઈક રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં. 

આ કાર્ય બદલ સમિતીના સભ્યોએ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને આવકારેલ છે. નાગરીકતા સંશોધન અધિનીયમની સાચી જાણકારી લોકોને આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સરકારનુ આ પગલુ આવકાર દાયક છે તેમ ભાવનગર નાગરીક સમિતીએ જણાવેલ છે.