Gujarat

અપ્રમાણસર મિલકતના કેસમાં વોન્ટેડ તત્કાલીન અધિક કલેક્ટર કેતકી વ્યાસની અમદાવાદથી ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે ACBને સોંપી

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અપ્રમાણસર મિલકત કેસમાં વોન્ટેડ આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસને ઝડપી પાડી છે. શેલા વિસ્તારમાં બહેનના ઘરે છુપાયેલી કેતકીને બાતમીના આધારે પકડી, ક્રાઇમ બ્રાન્ચે તેને આગળની કાર્યવાહી માટે ACBને સોંપી છે. ACB દ્વારા સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે, જે આ કેસમાં નવા ખુલાસા લાવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અપ્રમાણસર મિલકતના કેસમાં વોન્ટેડ તત્કાલીન અધિક કલેક્ટર કેતકી વ્યાસની અમદાવાદથી ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે ACBને સોંપી

Ketki Vyas arrested In Ahmedabad: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે અપ્રમાણસર મિલકત (Disproportionate Assets)ના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) અને હાલ ફરજ મોકૂફી હેઠળ રહેલા વર્ગ-1ના સિનિયર સ્કેલના અધિકારી કેતકી વ્યાસની અટકાયત કરીને મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી માટે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ને હવાલે કરી દીધી છે.

બહેનના ઘરે છુપાઈ હતી કેતકી વ્યાસ

મળતી માહિતી મુજબ, આરોપી કેતકી વ્યાસ શેલા વિસ્તારમાં આવેલી તેની બહેનના ઘરે છુપાઈને રહેતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા દરોડો પાડીને તેને ત્યાંથી જ ઝડપી લેવામાં આવી હતી.

ACB કચેરી ખાતે સત્તાવાર ધરપકડની પ્રક્રિયા

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેતકી વ્યાસને હાલ એસીબી (ACB) કચેરીએ સોંપવામાં આવી છે. ACB દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં તેની સત્તાવાર ધરપકડ દર્શાવીને આગળની પૂછપરછ અને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કેતકી વ્યાસની ધરપકડથી અપ્રમાણસર મિલકતના આ કેસમાં અન્ય કેટલાંક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.