'હવે હું ચૂંટણી નહીં લડું...', દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમનું મોટું નિવેદન
Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના સાની ડેમ ખાતે યોજાયેલા પ્રમુખના પદગ્રહણ સમારોહમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિગ્ગજ નેતા વિક્રમ માડમે હાજરી આપી હતી. આ દરમિયાન વિક્રમ માડમેનું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જેમાં આગામી સમયમાં રાજનીતિમાં ચૂંટણી નહીં લડે તેવી વિક્રમ માડમે જાહેરાત કરી છે.
'હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી'
ગુજરાત કોંગ્રેસના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિગ્ગજ નેતા વિક્રમ માડમના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમે કહ્યું હતું કે, 'જનતાને જે સમજવું હોય એ સમજે, હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી.'
તેમણે વધુમાં કહ્યું કે, 'હું મીડિયાના માધ્યમથી કહું છું કે, હવે હું ચૂંટણી નહીં લડું. વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા. જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ. ક્યાં સુધી બીજું કોઈ આવીને લડી દેશે. પાંચ વર્ષ કામ કર્યા પછી પણ જનતા પાંચ મત ન આપે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો. જનતા ન સુધરે તો મારે સુધરવું પડે. ને હવે હું સુધરી ગયો છું...'