Get The App

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા 1 - image


Gujarat Congress : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો પર કોંગ્રેસ હાઇકમાન્ડે પૂર્ણવિરામ મૂક્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારોને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યા છે.
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા 2 - image

અગાઉ પણ પ્રદેશ પ્રમુખ હતા અમિત ચાવડા

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના એક પરિચિત ચહેરો છે અને અગાઉ 2018થી 2021 દરમિયાન તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની ફરીથી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ પક્ષમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે તેવી આશા સેવવામાં છે. અમિત ચાવડા જમીની સ્તરે કાર્યકરો સાથે સીધા સંપર્કમાં છે અને ગુજરાતના રાજકારણનો તેમને ઊંડો અનુભવ છે. તેમની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ સંગઠનને મજબૂત કરવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા.

તો બીજી તરફ તુષાર ચૌધરી યુવા નેતા તરીકે જાણીતા છે. ચૌધરી વિધાનસભામાં સરકારને જનતાના પ્રશ્નો પર ઘેરવા અને વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા અસરકારક રીતે ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની રણનીતિને નવી દિશા મળશે તેવી આશા છે.

Tags :