Gujarat

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ

By GS TEAM
14 Jun 20261 min read
ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ

વિશ્વ યોગાસન ચેમ્પિયન શીપ માટે પસંદગી

અમદાવાદમાં યોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રિય યોગાસન સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

ભાવનગરતાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગાસન ચેમ્પિયન સિપમાં સુંદર પ્રદર્શન કરી બે ગોલ્ડ મેડલ નોંધાવ્યા હતા અને આગામી સમયમાં આંતર રાષ્ટ્રીય મંચ પર સપળતા મેળવી દેશનું નામ રોશન કરવાની અભિલાષા ધરાવી હતી.

ભાવનગર શહેરની પ્રતિભાશાળી યોગાસન ખેલાડી યજુર્વી જોષીએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ માટે પસંદગી મેળવી શહેર, રાજ્ય તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદ્રશન કરીને બે ગોલ્ડ મેડલ પોતાના નામે નોંધાવ્યા હતા.

રાજેન્દ્રભાઈ જોષી અને મીનળબેન જોષીની પુત્રી યજુર્વી જોષી લાંબા સમયથી યોગાસન ક્ષેત્રે સતત મહેનત અને નિયમિત તાલીમ દ્વારા પોતાની પ્રિતભા સાબિત કરી રહી છે. તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં પણ ગોલ્ડમેડલ મેળવી નોંધપાત્ર સફળતાઓ પ્રાપ્ત કરી છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે તેમની પસંદગી આગામી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપિ માટે થઈ છે, જે તેમના રમતગમત જીવનની વધુ એક મહત્તવપૂર્ણ સિદ્ધિ રહેશે. યજુર્વીએ જણાવ્યું હતું કે આ વિશિષ્ટ સિદ્ધિ પાછળ તેમની અવિરત મહેનત, સમર્પણ, માતા પિતાનું માર્ગદર્શન તેમજ પરિવારનો સતત સહકાર મહત્ત્વપૂર્ણ રહ્યો છે. તેઓ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરીને વધુ સપળતાઓ હાંસલ કરવાની અભિલાષા ધરાવે છે.