Gujarat
ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા
By GS TEAM
11 Jun 20261 min read

ત્રણ
દિવસમાં મહત્તમ તાપમાન ૨.૪ ડિગ્રી ઉંચકાયું
૩૪
કિ.મી.ની ઝડપે ભેજવાળો પવન ફૂંકાયો,
રાતના તાપમાનમાં પણ વધારો
ભાવનગર -
ભાવનગરમાં ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો
હાશતોબા પોકારી ગયા છે. આકરી ગરમીમાં શેકાતા નગરજનો ચોમાસાના આગમનની આતૂરતાથી રાહ
જોઈ રહ્યા છે.
શહેરમાં
છેલ્લા ત્રણ દિવસથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ત્રણ દિવસમાં
મહત્તમ તાપમાન ૨.૪ ડિગ્રી ઉંચકાઈ જતાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર પહોંચી ગયો
હતો. કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
તેમાં પણ ૩૪ કિ.મી.ની ઝડપે ભેજવાળો પવન ફૂંકાતા ગરમીની સાથે બફારાથી લોકો
ત્રાહિમામ પોકારી ગયા હતા. દિવસની ગરમીની અસર રાત્રે પણ વર્તાઈ હોય, લઘુતમ તાપમાન ઉંચકાઈને
૨૮.૭ ડિગ્રીએ પહોંચ્યું હતું.









