Get The App

આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ 1 - image

છ માસ સુધી નિર્માણ કાર્યના કારણે સાબરમતી સ્ટેશન નહીં જાય

ટ્રેનનું સંચાલન ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર વચ્ચે થશે

ભાવનગર - ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી છ માસ સુધી આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ ટ્રેન ગાંધીગ્રામ સ્ટેશન સુધી જ જશે.

સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલ નિર્માણ કાર્ય અને બ્લોક લેવાતા હોવાના કારણે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરવા રેલવે પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી આવતીકાલ તા.૧૬-૬થી તા.૧૫-૧૨ સુધી ભાવનગર-સાબરમતી ટ્રેન ગાંધીગ્રામ-સાબરમતી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ છ માસ દરમિયાન ટ્રેનનું સંચાલન ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે જ કરવામાં આવશે તેમ ભાવનગર રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.