- નાણાકીય વર્ષ 25-26 અંતર્ગત
- વર્ષ દરમિયાન પીયુસી, ડ્રાઇવીંગ લાયસન્સ અને રોડ સેફ્ટીના કેસ વધુ, ઓવરલોડના દંડની રકમ 1.20 કરોડને આંબી
દિનપ્રતિદિન વાહનોની સંખ્યામાં સતત વધારો નોંધાતો જાય છે ત્યારે વાહન ચલાવનાર ચાલકને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પરંતુ આ નિયમ ભંગ કરનારા માટે આરટીઓ કચેરી દ્વારા વખતો વખત નારીચોકડી, બુધેલ ચોકડી, હાઇવે પર વિવિધ પોઇન્ટ પર ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ દરમિયાન વિવિધ ૧૧ નિયમન ભંગ બદલ આરટીઓ દ્વારા કુલ ૧૯૪૩૭ મેમા ઇસ્યુ કરાયા હતાં જેના દંડ પેટે રૂા.૪,૩૪,૯૨,૦૦૦ની વસૂલાત થવા પામી હતી. જે સરકારની તિજોરીમાં જમા થયેલ છે. જો કે, વાહન ચાલકોએ વર્ષ દરમિયાન સૌથી વધુ પીયુસી, ડ્રાઇવીંગ લાયસન્સ અને રોડ સેફ્ટી એલઇડીના કેસો નોંધપાત્ર રહ્યા હતાં. તો દંડની વસૂલાતમાં ઓવરલોડ વાહનો સામે કરેલા ૧૧૪૪ કેસ સબબ હાઇએસ્ટ રૂા.૧.૨૦ કરોડની વસૂલાત થવા પામી હોવાનું જણાયું છે. તો પાર્કિંગ નિયમોના ઉલંઘન સબબ સૌથી ઓછા ૪૭ કેસ થવા પામ્યા હતાં.


