Get The App

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી 1 - image

Image: DD



Bhavnagar-Ayodhya Train: ભારતીય રેલવે દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લાખોની સંખ્યામાં લોકો દરરોજ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, એવામાં રેલવે વિભાગ દ્વારા લોકોની સુવિધા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ક્ષેત્રીય સંપર્ક અને મુસાફરોની સુવિધા વધરવા માટે ત્રણ નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેનનો હેતુ દેશને સાંસ્કૃતિક રૂપે સમૃદ્ધ શહેર, ઔદ્યોગિક કેન્દ્રો અને મુખ્ય આર્થિક મથકો સાથે જોડવાનો છે. 

ભાવનગરથી અયોધ્યા વચ્ચે શરૂ કરાઈ ટ્રેન

લોકોની માંગને પૂરી કરતા ભાવનગર અને આસપાસના વિસ્તારોના ભારતીય રેલવેએ ભાવનગર અને અયોધ્યા વચ્ચે એક નવી ટ્રેન સેવા શરૂ કરી છે. આ નવી ટ્રેન યાત્રાળુઓ, પ્રવાસીઓ તેમજ વ્યવસાય અને રોજગાર માટે મુસાફરી કરતા મુસાફરો માટે અત્યંત સુવિધાજનક રહેશે અને લોકોને વિવિધ સ્થળો સાથે જોડવામાં મદદ કરશે. આ ટ્રેનના કારણે00 આર્થિક પ્રવૃત્તિઓ અને પર્યટનને વેગ મળશે, રોજગારની તકો ઉભી થશે અને ક્ષેત્રોનો સમગ્ર વિકાસ થશે. ટ્રેન નંબર 19201 ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ (સાપ્તાહિક) એક્સપ્રેસ ની નિયમિત સેવા 11 ઓગસ્ટ, 2025 થી રહેશે. આ ટ્રેન દર સોમવારે 13:50 વાગ્યે ભાવનગર ટર્મિનસ થી ઉપડશે અને બીજા દિવસે 18:30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશન પહોંચશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) એક્સપ્રેસ

આ જ પ્રકારે ટ્રેન નંબર 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) એક્સપ્રેસ દર મંગળવારે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી 22:30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે (ગુરુવારે) 04:45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12 ઓગસ્ટ, 2025 થી નિયમિત રીતે દોડશે. 

ટ્રેનના સ્ટોપેજ: ભાવનગર પરા, સિહોર (ગુજરાત), ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિસનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ, ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ અને બારાબંકી સ્ટેશન. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, એસી 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.


પુણે (હડપસર)-રીવા એક્સપ્રેસનો શુભારંભ

ટ્રેન નંબર 20151 પુણે (હડપસર) - રીવા (સાપ્તાહિક) એક્સપ્રેસ દર ગુરુવારે પુણે (હડપસર) થી બપોરે 3:15 કલાકે ઊપડશે અને બીજા દિવસે 17:30 કલાકે રીવા સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 7 ઓગસ્ટ, 2025થી નિયમિત રીતે ચાલશે.

આ પણ વાંચોઃ  અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ

આજ રીતે, ટ્રેન નંબર 20152 રીવા - પુણે (હડપસર) [સાપ્તાહિક] એક્સપ્રેસ દર બુધવારે રીવા સ્ટેશન પરથી 6:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે (ગુરુવારે) 9:45 કલાકે પુણે (હડપસર) પહોંચશે. આ ટ્રેન 6 ઓગસ્ટ, 2025થી નિયમિત રીતે ચાલશે. આ ટ્રેન દૌંડ કોર્ડ લાઇન, અહેમદનગર, કોપરગાંવ, મનમાડ, ભુસાવલ, વર્ધા, નાગપુર, ગોંદિયા, બાલાઘાટ, નૈનપુર, જબલપુર, કટની અને સતના સ્ટેશન પર ઊભી રહેશે, ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી 3-ટિયર (ઇકોનોમી), સ્લીપર કલાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે.

જબલપુર-રાયપુર (સાપ્તાહિક) એક્સપ્રેસની શરૂઆત

ટ્રેન સંખ્યા 11701 રાયપુર-જબલપુર (પ્રતિદિન) એક્સપ્રેસ રાયપુરથી 14:45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 22:45 વાગ્યે જબલપુર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 4 ઓગસ્ટ, 2025 થી નિયમિત રીતે દોડશે.

આ જ રીતે, ટ્રેન સંખ્યા 11702 જબલપુર-રાયપુર (પ્રતિદિન) એક્સપ્રેસ દરરોજ જબલપુર સ્ટેશનથી 06:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:50 વાગ્યે રાયપુર પહોંચશે. આ ટ્રેન 5 ઓગસ્ટ, 2025 થી નિયમિત રીતે દોડશે. ટ્રેન દુર્ગ, રાજનાંદગાંવ, ડોંગરગઢ, ગોંદિયા, બાલાઘાટ, નૈનપુર અને મદન મહેલ સ્ટેશન પર ઉભી રહેશે અને ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ.


Tags :