Gujarat

ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

By GS TEAM
3 Aug 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે રાજ્યભરમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 9 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Rain forecast : રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે રાજ્યભરમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 9 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

સાત દિવસ હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 4 અને 5 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

6 થી 9 ઓગસ્ટની આગાહી

આગામી 6 થી 8 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ

જ્યારે કચ્છ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળો અને 9 ઓગસ્ટના રોજ ગુજરાતભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

51 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે (3 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 50 તાલુકામાં 1 ઇંચની નીચે વરસાદ વરસ્યો છે.