શિક્ષક બન્યો હેવાન! વિજ્ઞાન મેળાના નામે સગીર વિદ્યાર્થિનીને ભરૂચ લઈ ગયો, પાર્કિંગમાં કર્યા શારીરિક અડપલા
Image: IANS |
Bharuch Crime: ભરૂચના જંબુસરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક શિક્ષક હેવાન બન્યો છે. આ શિક્ષકે સગીર વયની વિદ્યાર્થિની સાથે કારમાં શારીરિક અડપલાં કર્યા હતા. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું - કેસરિયો ધારણ કરી લો, ચૈતર વસાવાનો ધડાકો
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ભરૂચમાં એક શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. શિક્ષક વિજ્ઞાન મેળાના નામે વિદ્યાર્થિનીને કારમાં ભરૂચ લઈને ગયો અને સિટી સેન્ટરના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર પાર્ક કરી અને ત્યાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. સમગ્ર ઘટનાથી વિદ્યાર્થિની ડઘાઈ ગઈ હતી. જોકે, બાદમાં શિક્ષકે તેને જો આ વિશે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
જોકે, બાદમાં વિદ્યાર્થિનીએ ઘરે જઈને ડરતા-ડરતા આ વિશે માતા-પિતાને જાણ કરી હતી. ત્યાર બાદ વાલીએ તાત્કાલિક ભરૂચના કાવી પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની શોધખોળ હાથ ધરી છે.