Get The App

વર્ષ 2025 માટે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' ગુજરાત સરકારે કર્યા જાહેર, જુઓ 30 શિક્ષકોની યાદી

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
વર્ષ 2025 માટે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' ગુજરાત સરકારે કર્યા જાહેર, જુઓ 30 શિક્ષકોની યાદી 1 - image

Best Teacher Award 2025,Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને બિરદાવવા માટે વર્ષ 2025ના 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક'ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા^ કુલ 30 શિક્ષકોની આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકો અને માધ્યમિક શિક્ષણ વિભાગના 15 શિક્ષકોનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર મુસાફરી સરળ બનશે, 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવાશે

શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના યોગદાનને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. આ વર્ષે પણ જિલ્લા કક્ષાની સમિતિઓ દ્વારા મળેલી ભલામણોના આધારે રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા આ 30 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ પારિતોષિકથી રાજ્યના શિક્ષકોમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા જાગશે. શિક્ષણના સ્તરને વધુ ઉચ્ચ બનાવવા માટે આ એક સરાહનીય પગલું છે.

આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળેથી ચેકિંગ કરી 11 નમૂના તપાસ માટે લીધા

પસંદ થયેલા શિક્ષકોની યાદી:

વર્ષ 2025 માટે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' ગુજરાત સરકારે કર્યા જાહેર, જુઓ 30 શિક્ષકોની યાદી 2 - imageવર્ષ 2025 માટે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' ગુજરાત સરકારે કર્યા જાહેર, જુઓ 30 શિક્ષકોની યાદી 3 - image

શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં આ શિક્ષકોના નામ અને તેમને પારિતોષિક એનાયત કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

Tags :