ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર મુસાફરી સરળ બનશે, 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવાશે
Extra Buses in Gujarat: ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની વાટ પકડતાં હોય છે. આ તહેવારો લોકો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમે જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1200 એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. અંદાજે બે લાખથી વધુ મુસાફરો આ બસોનો લાભ લઈ રહ્યા છે.
આ શહેરોમાં એક્સ્ટ્રા બસ દોડશે
એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતાં વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારનો ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા બસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા મોટા શહેરી વિસ્તારોમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલન કરવાનું એસ.ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી