વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળેથી ચેકિંગ કરી 11 નમૂના તપાસ માટે લીધા
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓને ત્યાં 11 સ્થળો ખાતે ચેકીંગની કામગીરી ક૨વામાં આવી હતી, જ્યાંથી ખાદ્ય પદાર્થોના 11 નમૂના લેવામાં આવ્યા હતા.
આજવા વાઘોડિયા રીંગ રોડ પર ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટો૨માંથી તુવેરની દાળ (તેલવાળી)નો નમુનો લીધો હતો. અકોટા વિસ્તારમાં પટેલ ડેરી ફાર્મમાંથી ગાયનું દૂધનો નમુનો લેવામાં આવ્યો હતો. અકોટા વિસ્તા૨માં ગાયત્રી સ્ટોરમાં ઇન્સપેક્શનની કામગીરી કરી ઘીનો નમુનો લીધો હતો. અકોટા વિસ્તારમાં અન્નમબ્રહ્મમમાં ચેકિંગ કરીને જીરુંનો નમુનો લીધો હતો. જીઆઇડીસી મકરપુરા વિસ્તારમાં હનુરામ ફુડ પ્રા.લી.માં ઇન્સપેક્શનની દ૨મ્યાન કેસર કાજુકતરી વિથ સીલ્વ૨ લીફનો નમુનો લેવાની કામગીરી ક૨વામાં આવી હતી. ખોડલ કોર્પોરેશન પ્રા.લી.માં કમાટીબાગ વિસ્તારમાં ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળેથી પફ, બટાકા પૌવા, દાલવડાના નમુના લીધા હતા. ખોડીયારનગર વિસ્તા૨માં અમૃતસરી કુલચામાં ચેકિંગ કરીને હળદર પાવડ૨, મટકા બિરયાનીનો નમુનો લીધો હતો. નિઝામપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ખમણ હાઉસમાં, છાણી જકાતનાકા વિસ્તારમાં રેસ્ટો૨ન્ટ-મધુરમ ફૂડમાં અને છાણી વિસ્તારમાં ધનલક્ષ્મી ફોર્ટમાં ઇન્સપેક્શનની કામગીરી ક૨વામાં આવેલ હતી.