અમદાવાદ,મંગળવાર,17
ફેબ્રુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મના અંત પહેલા
છ દિવસમાં બે બોર્ડ બેઠક મળશે.૧૯ અને ૨૦ ફેબુ્રઆરીએ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ, એમ.જે.લાયબ્રેરી, એ.એમ.ટીએસ.
ઉપરાંત વી.એસ.હોસ્પિટલ તેમજ જનરલ બજેટ ઉપર ચર્ચાના અંતે મંજુરી અપાશે.જયારે ૨૪
ફેબુ્રઆરીએ કોર્પોરેશનની માસિક સામાન્યસભા યોજાશે.છ દિવસમાં બે બોર્ડ બેઠકમાં હાજર
રહેનારા કોર્પોરેટરોને દૈનિક રૃપિયા ૫૦૦ના ભથ્થા ઉપરાંત અન્ય સુવિધા પુરી પડાશે. ૯
માર્ચે મેયર સહિતના તમામની મુદત પુરી થતા પાંચ વર્ષથી સત્તા ભોગવતા આવેલા
કોર્પોરેટરોને ઘેર બેસવુ પડશે.ભાજપની નો રીપીટ થિયરીના કારણે ઘણાં કોર્પોરેટરોની આ
છેલ્લી બેઠક બની રહેશે.
વર્ષ-૨૦૨૧માં કોરોના મહામારીના ઓછાયા વચ્ચે ૨૧ ફેબુ્આરીએ
શહેરના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠક માટે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ૨૩ ફેબુ્આરીએ
પરિણામ જાહેર થતા ભાજપને ૧૬૦,
કોંગ્રેસને ૨૩ બેઠક મળી હતી. એમ.આઈ.એમ.ને જમાલપુર અને મકતમપુરા વોર્ડમાંથી સાત
બેઠક મળી હતી.જયારે લાંભા વોર્ડમાંથી અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. વીસ વર્ષથી
કોર્પોરેશનમાં ભાજપ સત્તા સ્થાને હોવાથી અને વિવિધ કમિટીઓમાં વિપક્ષના એકપણ
કોર્પોરેટરને સ્થાન નહીં હોવાના કારણે મહત્વની ગણાતી એવી કમિટીઓમા કરોડો રૃપિયાના કામ વિના વિરોધે મંજૂર કરાવવામા
સફળતા મેળવી હતી. વિપક્ષ પણ સમયાતંરે
બૂમરાણ મચાવી શાંત થઈ જતા તેરી મેરી ચૂપની જેમ
પાંચ વર્ષ પ્રજાનુ જે થવુ હોય એ થાયની માનસિકતા સાથે શાસન પુરુ કરાયુ.
ભાજપના કોર્પોરેટરો પૈકી અમુક બોલકા કોર્પોરેટરો પણ કમિટી કે પક્ષની અન્ય બેઠકમાં રજૂઆત કરવામા રીતસરના
ખચકાટ અનુભવતા હતા.૬૦ કે તેથી વધુની વય,
ત્રણ કે તેથી વધુ ટર્મ અને વિવાદ અથવા
તો આક્ષેપિત કોર્પોરેટરોને ભાજપ ટિકીટ નહી આપે.હોદ્દેદારો ૧૦ માર્ચથી પર્સનલ કેબિન
અને ગાડી વગરના થઈ જશે. આ સ્થિતિઅન્ય કમિટીના ચેરેમેનનોની હશે.
મતદાર યાદી છાપવા કોર્પોરેશન ૬૦ લાખનો ખર્ચ કરશે
સરની કામગીરી પુરી થતા સુધારા-વધારા સાથેની મતદારયાદી પ્રસિધ્ધ
કરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ૪૮ વોર્ડને ધ્યાનમા રાખીને મતદારયાદી છપાવવા
માટે રુપિયા ૬૦ લાખનો ખર્ચ કરશે આ માટે ટેન્ડર કરવામા આવ્યુ છે.


