Gujarat

બાવળા યુજીવીસીએલના નાયબ ઇજનેર અને વચેટિયો 40 હજારની લાંચમાં પકડાયા

By GS Team
17 Jul 20202 mins read
This article was originally published on 17 Jul 2020
બાવળા યુજીવીસીએલના નાયબ ઇજનેર અને વચેટિયો 40 હજારની લાંચમાં પકડાયા

બગોદરા, તા. 17 જુલાઇ 2020,  શુક્રવાર

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સરકારી કચેરીઓમાં દરેક કામ માટે અરજદારો અને લોકોને અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધી લાંચ આપવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે બાવળા ખાતે આવેલ યુજીવીસીએલની કચેરી ખાતે લાંચ લેતાં નાયબ એન્જીનીયર સહિત એક ખાનગી વ્યક્તિ અમદાવાદ ગ્રામ્ય એસીબીના રંગેહાથે ઝડપાઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે એસીબી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીએ પોતાના ઘર પાસે બિસ્કીટ બનાવવાનો ધંધો શરૃ કર્યો હતો. તે રૃમમાં ફરિયાદીએ વિજથાંભલા ઉપર વાયરનાંખી ગેરકાયદેસર રીતે વિજચોરી કરતો હતો તે દરમ્યાન ગત તા.૧૫ જુલાઈના રોજ બાવળા યુજીવીસીએલ તંત્ર દ્વારા વિજચેકીંગ હાથધરતાં ફરિયાદીના વિજવાયરોમાંથી લંગર કાપી અધિકારીઓ લઈ ગયાં હતાં અને બાવળાની વિજકચેરીએ દંડ ભરી દેવા જણાવ્યું હતું. જે અંગે ફરિયાદી યુજીવીસીએલના નાયબ ઈજનેર મહમંદજુબેર મહંમદઈકબાલ શેખને રૃબરૃમાં મળતાં તેઓએ ફરિયાદી પાસે રૃા.૩.૫ લાખનો દંડ ભરવાનું જણાવ્યું હતું અને જો આ દંડ ન ભરવો હોય તો રૃા.૧.૮૦ લાખની લાંચ માંગી હતી. જે રકઝકના અંતે રૃા.૧.૨૦ લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ રકમ વચેટીયા શખ્સ તારીક ઉર્ફે કકુભાઈને આપવાનું જણાવ્યું હતું. જે પૈકી પ્રથમ હપ્તો રૃા.૪૦,૦૦૦ આપવાનું તા.૧૬ જુલાઈના રોજ અને બાકીની રકમ બીજે દિવસે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી ફરિયાદી લાંચ આપવા ન માંગતાં હોય આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસીબીમાં ફરિયાદ કરી હતી આથી એસીબી અમદાવાદના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય એસીબી પીઆઈ એસ.એમ.પટ્ટણી સહિતના સ્ટાફે બાવળા યુજીવીસીએલ કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું અને નાયબ ઈજાનેર મહંમદજુબેર મહંમદઈકબાલ શેખના કહેવાથી રૃા.૪૦,૦૦૦ની લાંચ માંગતાં તારીક અહેમદ ઉર્ફ કકુભાઈ સહિત બંન્ને એસીબીના રંગેહાથે ઝડપાઈ જતાં ચકચાર મચી જવા પામી હતી અને બંન્ને વિરૃધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.