Gujarat

બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગંભીર રીતે દાઝ્યા

By GS TEAM
21 Mar 20262 mins read
TukuTouch Logo
બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં શુક્રવારે (21મી માર્ચ) મોટી દુર્ઘટના સર્જાઈ છે. બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ફેક્ટરીના માલિક સહિત અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગંભીર રીતે દાઝ્યા

Barwala Factory Blast in Botad: બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં શુક્રવારે (21મી માર્ચ) મોટી દુર્ઘટના સર્જાઈ છે. બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ફેક્ટરીના માલિક સહિત અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા છે.

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે પતરા 100 મીટર દૂર ફેંકાયા

મળતી માહિતી અનુસાર, ફટાકડા ફેક્ટરીના જે રૂમમાં વિસ્ફોટક કાચો માલ સંગ્રહિત કરવામાં આવ્યો હતો, ત્યાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોટો બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે, ફેક્ટરીના શેડના પતરા લગભગ 100 મીટર દૂર ખેતરોમાં જઈ પડ્યા હતા. બ્લાસ્ટને કારણે ઈજાગ્રસ્તોના શરીરના અંગો પણ દૂર સુધી ફેંકાઈ ગયા હતા. આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો ધ્રુજારો અનુભવાયો હતો.

બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આ ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ આગની લપેટમાં આવ્યા હતા. વિસ્ફોટમાં શ્રમિક હાર્દિક સોલંકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ફેક્ટરીના માલિક ભુપત વ્યાસ ગંભીર રીતે દાઝી જતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે અને શ્રમિક જયદિપ સાથળા ગંભીર ઈજાઓ પહોંચતા બોટાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને બરવાળા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ ડિવાયએસપી (DySP) અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પહોંચ્યા હતા.