- 25-25 હજારના જામીન અને તેટલી રકમના જાત જામીન રજૂ કરી તમામ શખ્સો જેલમુક્ત થયા
- મહુવા કોર્ટે ત્રણ અલગ-અલગ અરજીમાં શરતી જામીન પર છોડવા હુકમ કર્યો
બગદાણામાં રહેતા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલધિયા ઉપર સવા માસ પૂર્વે હુમલા કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં ડાયરા કલાકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ ભમ્મર મુખ્ય કાવતરાખોર હોવાના આક્ષેપ સાથે કોળી સમાજ દ્વારા ન્યાય માટે સતત લડત ચલાવી હતી અને તેના પરિણામ સ્વરૂપ એસઆઈટીએ કરેલી જીણવટભરી તપાસમાં આઠ હુમલાખોર ઉપરાંત જયરાજ આહિર અને અન્ય છ શખ્સોની સંડોવણી બહાર આવી હતી. એસઆઈટીએ એક પછી એક આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી દીધા હતા. જ્યારે જયરાજ આહિરને પણ બે વખત સમન્સ પાઠવી પૂછતાછ બાદ સત્તાવાર રીતે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કર્યો હતો.
રમિયાનમાં જયરાજ આહિર સહિત છ શખ્સોએ જામીન ઉપર મુક્ત થવા કરેલી ત્રણ અરજીની સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં બન્ને પક્ષના વકીલોની રજૂઆત, લીલો વગેરેને સાંભળી બીજા એડી. સેશન્સ જજ, ભાવનગર એટ મહુવા એ.એસ. પાટીલે અરજ ાર/આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર, નાજુ ધીંગાભાઈ કામળિયા, કાના ભીખાભાઈ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, િ નેશ ઉર્ફે ા ુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલિયાને ૨૫-૨૫ હજારના જામીન તથા તેટલી રકમના જાત જામીન વિ.મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યે શરતોને આધીન જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, જામીન પર જેલમુક્ત થયેલો જયરાજ ભમ્મર હાથમાં ગીતા લઈને બહાર નીકળ્યો હતો. વધુમાં આ ચકચારી કેસમાં અગાઉ આઠ શખ્સ જામીન પર છુટ્ટા હતા.
બોક્સ..
ર મહિનાની ૧થી પ તારીખ સુધીમાં હાજરી પૂરાવવી પડશે
કોર્ટે આપેલા શરતી જામીનમાં અરજદાર/આરોપીઓએ તપાસમાં સાથ સહકાર આપવો, સોશિયલ-પ્રિન્ટ મીડિયામાં હાલના કેસની ગુણદોષની ચર્ચા, પોસ્ટ મુકવા કે ત્રાહિત વ્યક્તિની પોસ્ટ પર કોઈ કોમેન્ટ પાસ ન કરવી, ફોટો આઈડી પ્રૂફ ધરાવતા જામીન રજૂ કરવા, ફરિયાદપક્ષના સાહેદોને ધાક ધમકી ન આપવી કે પુરાવા સાથે ચેડા ન કરવા, રહેણાંકનું પાકુ સરનામું, મોબાઈલ નંબર અંગેનું સોગંધનામુ રજૂ કરવું, કોર્ટની પરવાનગી વિના રહેઠાણનું સરનામું ન બદલવું, ચાર્જશીટ દાખલ થતાં સુધી અંગ્રેજી માસની દરેક એકથી પાંચ તારીખ સુધીમાં સવારે ૧૦-૩૦થી સાંજે ૬-૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તપાસ અધિકારી સમક્ષ સબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવી, કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો, પાસપોર્ટ ન હોય તો તે અંગેનું સોગંધનામું દિન-૩માં રજૂ કરવું, ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વિના ભારત દેશની હદ ન છોડવી, ટ્રાયલ દરમિયાન નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેવું, ફરીથી કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવવું નહીં તેમજ શરતોનો ભંગ કરશે તો જામીન રદ્દ કરવા અંગેની કાર્યવાહી કરવાની શરતો મુકી છે.


