For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO : રાજ્યપાલ અને CM ભુપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગમાં રંગાયા ઓસ્ટ્રેલિયાના PM

ચાર દિવસ ભારત પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગુજરાતના મહેમાન બન્યા

ઓસ્ટ્રેલિયાના PM અનેરા ઉત્સાહ સાથે હોળીના રંગોમાં રંગાયા, CM-રાજ્યપાલ સાથે રમી હોળી

Updated: Mar 8th, 2023

VIDEO : રાજ્યપાલ અને CM ભુપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગમાં રંગાયા ઓસ્ટ્રેલિયાના PM

અમદાવાદ, તા.08 માર્ચ-2023, બુધવાર

દેશભરમાં હોળી-ધૂળેટીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ભારતીયોના આ પ્રિય તહેવાર રંગોના ઉત્સવમાં નાનેરાથી લઈ મોટેરા સુધીના તમામ લોકો હોળીના રંગોમાં રંગાતા જોવા મળી રહ્યા છે, તો દેશ-વિદેશમાં પણ હોળીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ પણ ગુજરાતમાં અનેરા ઉત્સાહ સાથે રંગોના ઉત્સવમાં જોડાયા હતા. હાલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ ભારતની ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન ભારતમાં તહેવારની મોસમ પણ ચાલી રહી છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના PM પણ ભારતમાં તહેવારની મજા માણી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે હોળીના રંગોમાં રંગાઈ ભારતીય તહેવારમાં અનેરો ઉત્સાહ દાખવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હોળીના રંગમાં રંગ્યા હતા.

Article Content Image

Article Content Image

Article Content Image

Article Content Image

ઓસ્ટ્રેલિયના PMએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો. તેઓ ગાંધી આશ્રમમાં આશરે 20 મિનિટ જેટલો સમય રોકાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ગાંધી આશ્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના પીએમે વિઝિટર બુકમાં સંદેશ લખ્યો

આજે ઓસ્ટ્રેલિયાના પીએમ ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. તેઓએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિઝિટર બુકમાં નોંધ લખી હતી કે, 'ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી તે મારા માટે ગર્વની વાત છે. આજે પણ તેમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.'

'ધ સોલ્ટ માર્ચ' પુસ્તક ભેટ આપવામાં આવ્યું

ગાંધી આશ્રમ દ્વારા વડાપ્રધાન એન્થનીને ઓસ્ટ્રેલિયાના સંશોધનક થોમસ વેબર દ્વારા લિખિત 'ધ સોલ્ટ માર્ચ' પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું છે.

Gujarat