Get The App

અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસઃ પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસઃ પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ 1 - image

File Photo



Aravalli Crime: અરવલ્લીમાંથી સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં દંપતીએ બાળક સાથે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં પતિનું મોત નિપજ્યું છે અને પત્ની તેમજ બાળક હાલ સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા: બે દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, બુધવારે (27 ઓગસ્ટ) વહેલી સવારે અરવલ્લીમાંથી પરિવાર દ્વારા સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી. પતિ-પત્નીએ બાળક સાથે માલુપર પાસેની વાત્રક નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે, સ્થાનિકોને આ વિશે જાણ થતા તુરંત પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેયને નદીની બહાર કાઢવામાં આવ્યા. જોકે, આ દરમિયાન પતિનું મોત નિપજ્યુ હતું પરંતુ પત્ની તેમજ બાળકોના શ્વાસ શરૂ હતા. પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા પત્ની અને બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર

પોલીસે હાથ ધરી તપાસ

આ મામલે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ પત્નીનું નિવેદન અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટ આધારે કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરશે. 

Tags :