Gujarat

અંકલેશ્વરમાં કારમાંથી યુવક પાસેથી સવા લાખ રોકડા લઇ ફરાર આરોપી ઝડપાયો

By GS Team
14 Dec 20191 min read
This article was originally published on 14 Dec 2019
અંકલેશ્વરમાં કારમાંથી યુવક પાસેથી સવા લાખ રોકડા લઇ  ફરાર આરોપી ઝડપાયો

અંકલેશ્વર તા.14 ડિસેમ્બર 2019 શનિવાર

 અંકલેશ્વરના મહાવીર ટનગ નજીક કારમાંથી એક યુવાન પાસેાૃથી રોકડા રૃપિયા 1.20,000  બળજબરીપૂર્વક લ ઈ ગયેલા  યુવક ને ભરૂચ પેરોલ ફ્લોની  ટીમ ઝડપી  પાડી અંકલેશ્વર શહેર પોલીસ ના હવાલે કરવામાં આવ્યો હતો .

 અંકલેશ્વરના  કાપોદ્રાની  ગ્રીનવેલી માં રહેતા  સોહેલ સિદ્દીક ચૌધરી ગત તા .22  નવેમ્બરના રોજ પોતાની   કાર  લઈ  ઝઘડિયા પાસેના  બાવાગોર દરગાહ ખાતે જુમ્માની નમાજ અદા કરવા માટે ગયા હતા .પરત ફરતી વખતે અંકલેશ્વરની દઢાલ  ફાટક  નજીક  ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા  અને અંકલેશ્વરના હવા મહેલ ખાતે રહેતા નસીમ નાસીર શાહ તેમની કારમાં  બેસી  અંકલેશ્વરના મહાવીર ટનગ નજીક આવ્યા હતા.

જ્યાં નસીમ નાસીર શાહે  સોહેલ સિદ્દીક ચૌધરીને જણાવ્યું કે  તું  સીટી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે છે ત્યારે ફોન  કેમ ઉપાડતો નથી. કહી અભદ્ર ભાષા બોલી  સોહેલ સિદ્દીક ચૌધરીની કાર માંથી  એક લાખ વીસ હજાર રૃપિયા બળજબરીપૂર્વક લઇ ને ફરાર થઈ ગયો  હતો.

જે અંગે તેઓએ શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી  ન.સીમ નાસીર શાહ ને ભરૃચ પેરોલ ફ્લો ની ટીમે વાલિયા ચોકડી પાસે થી ઝડપી પાડી શહેર પોલીસ ને હવાલે કર્યો હતો .શહેર પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ  ધરી છે.