Get The App

સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી 1 - image

- 12 જેટલી પડતર માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ

- 2019 ના જૂના મોબાઈલ અને ટેકનિકલ ખામીઓને કારણે કામગીરીમાં ભારે હાલાકીઃ અધિકારીની ગેરહાજરીથી રોષ

પાટડી :  સાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ ઓનલાઇન એપ્લિકેશનમાં પડતી મુશ્કેલીઓના વિરોધમાં આજથી તમામ ઓનલાઇન કામગીરી બંધ કરવાનો આક્રમક નિર્ણય લીધો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પાટડી આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે આવે નપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. 

બહેનોનો આક્ષેપ છે કે વર્ષ ૨૦૧૯માં આપવામાં આવેલા જૂના મોબાઈલ હવે વ્યવસ્થિત ચાલતા નથી, જેના કારણે 'પોષણ ટ્રેકર' જેવી એપ્લિકેશનમાં હાજરી પૂરવી અશક્ય બની છે.

ટેકનિકલ ક્ષતિઓને લીધે બાળકોની સંખ્યા ઓછી દેખાતા ભોજનના બિલમાં કાપ આવવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આટલા ઓછા પગારમાં સતત ડેટા એન્ટ્રીના ભારણને કારણે બહેનો માનસિક તણાવ અનુભવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, અગાઉથી જાણ કરવા છતાં આઈ.સી.ડી.એસ. અધિકારી ઓફિસમાં હાજર ન રહેતા બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યાં સુધી નવા મોબાઈલ અને અન્ય ૧૨ પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી ડિજિટલ કામગીરી ઠપ્પ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.