Get The App

આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, હાલ તમામની હાલત સુધારા પર

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, હાલ તમામની હાલત સુધારા પર 1 - image


Anand News: આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના સામે આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમાના આણંદ ખાતે ઘટના બની છે. હાલ, આ તમામ વિદ્યાર્થીઓને આણંદ અને કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને તમામની હાલત સુધારા પર છે. જોકે, ફૂડ પોઇઝનિંગ થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઇરમાનું મેનેજમેન્ટ સમગ્ર મામલે તપાસ કરશે.

ફૂડ પોઇઝનિંગ કેમ થાય?

ફૂડ પોઈઝનિંગ અથવા ફૂડ બોર્ન એ ચેપ છે જે દૂષિત ખોરાક, પાણી, ફળો વગેરે આરોગવાના કારણે થાય છે. જ્યારે ખોરાક બેક્ટેરિયા, જંતુઓ, વાયરસ અથવા પરોપજીવીઓથી દૂષિત થઈ જાય છે અને આપણે તેને ખાઈએ છીએ, ત્યારે તે ફૂડ પોઈઝનિંગ થયા છે. ઘણી વખત આ કેસના દર્દીઓને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ફૂડ પોઈઝનિંગના લક્ષણો શું છે?

  • પેટમાં ખેંચાણ
  • અતિસાર
  • ઉબકા
  • ઉલ્ટી
  • ભૂખમાં ઘટાડો
  • નિમ્ન-ગ્રેડ તાવ
  • નબળાઈ
  • માથાનો દુખાવો

ફૂડ પોઇઝનિંગના અન્ય બનાવો

ગત 12 ડિસેમ્બરના રોજ અમદાવાદ ધોળકાના પોપટપુરા વિસ્તારમાં લગ્ન સમારોહમાં તારાપુર તાલુકાના ફતેપુરા ગામના મોસાળ પક્ષના લોકો ગયા હતા અને બપોરે ભોજન લીધા બાદ ફતેપુરાના લોકો પરત ઘરે આવ્યા હતા. સાંજના નવ વાગ્યાના આરસામાં ઝાડા- ઉલટી અને પેટમાં દુખાવો, ચક્કર આવવા સહિતની તકલીફ ઇ હતી. જેના પગલે બાળકો, મહિલાઓ સહિત 60 લોકોને એક સરખી સમસ્યા સર્જાતા તાત્કાલિક છ એમ્બ્યુલન્સ મારફતે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જેના કારણે તેમની તબિયત સુધરી ગઈ હતી. 

આ પણ વાંચો: 'જોઈએ છે એક વાઘણ': રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ

શુક્રવાર 12 ડિસેમ્બરના રોજ જમાલપુરમાં પણ ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં શુક્રવારે નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ નિમિત્તે ધાર્મિક વિધિ પછી ભોજન સમારંભ યોજાયો હતો. જેમાં 34 લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. અન્ય ચીજોની સાથે ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. જમણવાર પુરો થયા પછી હાજર એવા લોકોએ પેટમાં દુખાવો, ઉલટી થવી અને ગભરામણ જેવી ફરિયાદ કરતા પાંચ પીપળી ખાતે આવેલી હોસ્પિટલ તથા કોર્પોરેશન સંચાલિત ચેપી રોગની હોસ્પિટલમા સારવાર આપવામાં આવી હતી.