For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુંભાણીએ પાટીલના ઘરે છુપાવવું હોય તો પણ વાંધો નહીં, હું સ્મશાન સુધી તેને નહીં છોડુંઃ પ્રતાપ દૂધાત

Updated: Apr 24th, 2024

કુંભાણીએ પાટીલના ઘરે છુપાવવું હોય તો પણ વાંધો નહીં, હું સ્મશાન સુધી તેને નહીં છોડુંઃ પ્રતાપ દૂધાત

Lok Sabha Elections 2024: લોકસભાની 2024ના ત્રીજા તબક્કા (phase 3)માં સાતમી મેએ ગુજરાતમાં મતદાન થવાનું છે જો કે તે પહેલા જ સુરત (Surat)માં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવારનો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને હવે તેની ભાજપમાં જોડાવાની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે અમરેલી કોંગ્રેસના પ્રમુખ (Amreli Congress president) પ્રતાપ દૂધાતે કુંભાણી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે 'હું નિલેશ કુંભાણીને છેલ્લાં શ્વાસ સુધી છોડવાનો નથી.'

સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ : પ્રતાપ દૂધાત

સુરતમાં નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી ગાયબ છે અને તેનો હજુ સુધી કોઈ સંપર્ક થયો નથી. ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે 'હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી. આર. પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું સ્મશાન સુધી તેનો પીછો કરીશ.' 

કુંભાણીના કારણે સુરતની બેઠક ગુમાવી : અમરેલી કોંગ્રેસ પ્રમુખ

આ સિવાય પ્રતાપ દૂધાતે (Pratap Dudhat) વધુમાં કહ્યું હતું કે 'નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)એ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે.' આ ઉપરાંત અમરેલી કોંગ્રેસ પ્રમુખે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની વાત પર જણાવ્યું હતું કે 'જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો (કુંભાણી)નો વિરોધ થશે.' આ મામલે પ્રતાપ દૂધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અગાઉ કોંગ્રેસ કાર્યકરો કુંભાણીના ઘરે દેખાવ કર્યો હતો

અગાઉ કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના ઘરે પહોંચીને 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' તેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરત લોકસભામાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પર ખેંચી લેતા અને ભાજપ (BJP)ના મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

પ્રતાપ દૂતાતે ભૂપત ભાયાણીને આડે હાથ લીધા

આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રતાપ દૂતાતે ભાજપ નેતા ભૂપત ભાયાણીને રાહુલ ગાંધી વિશે કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને પણ આડે હાથ લીધા હતા. પ્રતાપ દૂધાતે કહ્યું હતું કે 'વિસાવદરમાં બે દિવસ પહેલાં એક બનાવ બની ગયો. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના (પૂર્વ) ધારાસભ્યે રાહુલ ગાંધી વિશે ન કરવાનું નિવેદન કર્યું. એ ભાજપના વ્યક્તિને હું કહેવા માંગું છું કે, તમે જે રાહુલજી વિશે નિવેદન કર્યુ, રાહુલજી વિશે જે ભાષાનો ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગું છું કે તમારા ઘરમાંથી ત્યાં કોણ ત્યાં ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં આ ખામી છે.'

Article Content Image

Gujarat