Gujarat

અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી: સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
અમરેલી નગરપાલિકાના બેદરકાર વહીવટના કારણે શહેરના કેટલાક વિસ્તારો અને મુખ્ય સરકારી સંસ્થાઓમાં ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યાએ માઝા મૂકી છે. જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ સહિતની સોસાયટીઓ અને શેરીઓમાં ગટરના ગંદા પાણી ભરાઈ જતાં જાણે તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેને કારણે દર્દીઓ અને સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી: સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા

Amreli Civic Negligence: અમરેલી નગરપાલિકાના બેદરકાર વહીવટના કારણે શહેરના કેટલાક વિસ્તારો અને મુખ્ય સરકારી સંસ્થાઓમાં ગટરના પાણી ઉભરાવાની ગંભીર સમસ્યાએ માઝા મૂકી છે. જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ સહિતની સોસાયટીઓ અને શેરીઓમાં ગટરના ગંદા પાણી ભરાઈ જતાં જાણે તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેને કારણે દર્દીઓ અને સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

હોસ્પિટલમાં જ 'માંદગી' લઈ જવાનો વારો

ગટરના ઉભરાતા પાણીની સૌથી ખરાબ અસર જનરલ હોસ્પિટલ પર પડી છે. દર્દીઓ જ્યાં સાજા થવા આવે છે, ત્યાં જ ગંદકીના કારણે હવે નવી માંદગી લઈને જવાનો વારો આવ્યો છે. હોસ્પિટલના મુખ્ય એન્ટ્રી ગેટ પાસે જ દર્દીઓ અને મુલાકાતીઓ માટેની કેન્ટીન આવેલી છે. આ વિસ્તારમાં ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ભરાયેલા હોવાથી અનેક રોગો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ

નગરપાલિકાના વહીવટ પર સવાલ

હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા ગટરની સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલિકા સમક્ષ અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આ અગાઉ પણ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા ઊભી થઈ હતી.

સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફ હવે નગરપાલિકાના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે કે, લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે જોડાયેલી આટલી ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? વારંવાર ઉભરાતા ગટરના પાણીથી કંટાળી ગયેલા લોકોએ નગરપાલિકાને જાગૃત થઈને આ સમસ્યાનો કાયમી અને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.