For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમિત શાહે વડોદરાનો રોડ-શો અધવચ્ચે છોડવો પડ્યો, અમદાવાદ આવવા રવાના થયા

અમિત શાહ વડોદરા પહોચી પ્રતાપનગરથી રોડ શોમાં શાહે લોકનું અભિવાદન ઝીલ્યું

Updated: Dec 2nd, 2022

અમિત શાહે વડોદરાનો રોડ-શો અધવચ્ચે છોડવો પડ્યો, અમદાવાદ આવવા રવાના થયા

અમદાવાદ, તા. 2 ડીસેમ્બર 2022, શુક્રવાર 

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. પરંતુ અપેક્ષા કરતાં ઓછા મતદાને અનેક રાજકીય પક્ષોની ચિંતામાં વધારો જોવા મળે છે. જ્યારે સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રિય ટીમ ગ્રાઉન્ડ લેવલથી જોરશોરથી પ્રચાર કર્યો છે અને કરી પણ રહ્યાં છે. એવામાં  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે વડોદરાના પ્રતાપનગર રોડ અપ્સરા સિનેમાથી જ્યુબિલીબાગ સુધી રોડ શો હતો તે અધૂરો અધવચ્ચે રોડ શોમાંથી ઉતરી અમદાવાદ આવવા રવાના થઈ ગયા હતા.

રાજકીય પક્ષોની એનકેન પ્રકારે મતદારોને રીજવવા પ્રયાસ કરી રહ્યા છે તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાના રોડ શો અધૂરો મૂકીને અમદાવાદ નીકળી ગયા છે. આજે વડોદરાના પ્રતાપનગર રોડ અપ્સરા સિનેમાથી જ્યુબિલીબાગ સુધી રોડ શો હતો. પ્રતાનગર રોડથી રોડ શો શરૂ થયો હતો. પરંતુ રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ખાતે અધવચ્ચે જ રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. જેથી વડોદરાના ભાજપના ઉમેદવારોએ અમિત શાહ વિના જ રોડ શો પૂરો કરવો પડ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો અધવચ્ચે મૂકીને નીકળતા અનેક તર્કવિતર્ક

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં હવે રાજકીય પાર્ટીઓએ બાકીની 93 બેઠકો પર ધ્યાન વિશેષ આપા રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા પહોચી પ્રતાપનગરથી રોડ શોમાં શાહે લોકનું અભિવાદન ઝીલ્યું હતું. 

વડોદરામાં અમિત શાહનો આ રોડ શો પ્રતાપનગરથી માંડવી, ફતેપુરા થઈ કોયલી ફળિયા અને ત્યાંથી જ્યુબિલીબાગ ખાતે પૂર્ણ થવાનો હતો. જોકે, આ રોડ શો પુર્ણ થાય તે પહેલા જ માંડવી ખાતે અધવચ્ચે રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. અમદાવાદ પહોંચીને તેઓ ચાંદખેડા વિસ્તારમાં સભાને સંબોધશે. અમિત શાહ વડોદરામાં સાંજે 4 વાગ્યાના રોડ શો અંદાજે ત્રણ કલાક જેટલા મોડા પહોચ્યા હતા. જેથી રોડ શો મોડો શરૂ થયો અને અધવચ્ચે જ અટકાવી અને અમદાવાદ રવાના થયા હતા.


Gujarat