Get The App

AMCએ ઈમ્પેક્ટ ફી ભરવાની મર્યાદા 6 મહિના લંબાવી, જાણો અત્યાર સુધી કેટલી અરજી મંજૂર થઈ?

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
AMCએ ઈમ્પેક્ટ ફી ભરવાની મર્યાદા 6 મહિના લંબાવી, જાણો અત્યાર સુધી કેટલી અરજી મંજૂર થઈ? 1 - image


AMC Extend Impact Fee Payment Deadline: અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઈમ્પેક્ટ ફીની સમયમર્યાદા વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. જેમાં અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 75 હજાર અરજી આવી છે.

ઈમેક્ટ ફીથી AMCને 285 કરોડની આવક 

નોંધનીય છે કે, ગેરકાયદે મકાનોને કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફી ભરવામાં આવતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધી ઈમ્પેક્ટ ફી માટે 75 હજાર અરજી આવી છે. જેમાંથી 60 હજાર અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ અરજીઓમાંથી 21,651 જેટલી અરજીઓ માન્ય રાખવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ઈમ્પેક્ટ ફીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 258 કરોડની આવક થઈ છે.

આ પણ વાંચોઃ લીંબડીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકતા અડધા શહેરમાં 6 કલાક વીજ પુરવઠો ખોરવાયો

ક્યાંથી કેટલી આવી અરજી?

ઈમ્પેક્ટ ફી માટે સાઉથ ઝોનથી સૌથી વધુ 14540, વેસ્ટ ઝોનમાંથી 12958 અને નોર્થ વેસ્ટ ઝોનમાંથી 11583 અરજી આવેલી છે. સૌથી ઓછી 535ની મંજૂરી સેન્ટ્રલ ઝોનમાંથી અને સૌથી વધુ નામંજૂર 7484 અરજી નોર્થ ઝોનમાંથી આવી છે. 

આ પણ વાંચોઃ વઢવાણમાં યુવતીની હત્યા કેસમાં યુવકનું રિકન્સ્ટ્રક્શન કરાયું

કયા ઝોનમાંથી કેટલી અરજી મંજૂર કરાઈ? 

ઝોનઅરજીમંજૂર અરજી
ઉત્તર-પશ્ચિમ11,5833,258
દક્ષિણ-પશ્ચિમ10,7842,302
પશ્ચિમ12,9584,677
મધ્ય4,977535
ઉત્તર9,6561,810
પૂર્વ11,4755,937
દક્ષિણ14,5403,132
કુલ75,97321,651
Tags :