અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Water Crisis: અગાઉના સમયમાં રાજાઓ અને તેના ઉચ્ચ અધિકારીઓ વેશપલટો કરીને પ્રજાજનો અને નગરની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે નીકળતા હતા. પરંતુ આજના રાજકારણીઓ અને અધિકારીઓને એસી ગાડીની નીચે પગ મૂકવો ગમતો નથી. તેના કારણે સામાન્ય પ્રજાની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદની હાલત આજે એટલી હદે કથળી છે કે, લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહ્યું નથી. જે શહેરમાંથી મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી ચૂંટાયેલા હોય, ત્યાં પીવાના દૂષિત પાણીની વર્ષે 17 હજારથી વધુ ફરિયાદો સામે આવી રહી છે.
મુખ્યમંત્રીના વિસ્તારમાં દૂષિત પાણીથી 1,000થી વધુ લોકો બીમાર
મુખ્યમંત્રીના વિસ્તાર ઘાટલોડિયામાં ગત સપ્તાહે પીવાના દૂષિત પાણીથી એક હજારથી વધુ શહેરીજનો બીમાર પડ્યા હતા. ગઈકાલે શહેરી વિકાસ મંત્રીના વિસ્તારમાં વિફરેલા લોકોએ અધિકારીઓની બેદરકારીથી કંટાળીને મ્યુનિ.ની ટીમને રીતસર બંધક બનાવી લીધી હતી. આ બંને ઘટનાઓ બાદ પણ અમદાવાદના સત્તાધીશો અને અધિકારીઓએ કોઈ નક્કર એક્શન પ્લાન તૈયાર કર્યો નથી.
ઐતિહાસિક કોટ વિસ્તારમાં ઘરે-ઘરે દૂષિત પાણી
અમદાવાદની ઐતિહાસિક ધરોહર જ્યાં સચવાયેલી છે, તેવા કોટ વિસ્તારમાં આજે પણ ઘરે ઘરે પીવાનું દૂષિત પાણી આવે છે. આડેધડ ખોદકામ અને ડ્રેનેજ-પાણીની લાઈનોના અણઘડ આયોજનના કારણે શહેરના નવા વિકસેલા વિસ્તારોમાં પણ હવે દૂષિત પાણીની સમસ્યા પેદા થઈ છે. પશ્ચિમમાં ઘાટલોડિયાથી માંડીને શેલા સુધી આ પ્રશ્ન વકર્યો છે.
એક જ વર્ષમાં પાણીની કુલ 74,242 ફરિયાદોનો ગંભીર આંકડો
મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં પીવાના પાણીને લગતી કુલ 74,242 ફરિયાદો છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાઈ છે. જેમાં 17,847 ફરિયાદો દૂષિત પાણીને લગતી હતી! અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ શહેરના નવ નિયુક્ત મેયર અને મ્યુનિ. કમિશનર નિયમિત રીતે રસ્તા અને બ્રિજના કામોના નિરીક્ષણ માટે જાય છે, તે સારી બાબત છે. પરંતુ પીવાના પાણી જેવા ગંભીર પ્રશ્ન સહિતની પ્રાથમિક સુવિધાઓની ચકાસણીમાં ઉદાસીન જોવા મળી રહ્યા છે.
દૂષિત પાણીની 17,847 ફરિયાદોથી મચ્યો હાહાકાર
જેમાં 17,847 ફરિયાદો દૂષિત પાણીને લગતી હતી! અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ શહેરના નવ નિયુક્ત મેયર અને મ્યુનિ. કમિશનર નિયમિત રીતે રસ્તા અને બ્રિજના કામોના નિરીક્ષણ માટે જાય છે, તે સારી બાબત છે. પરંતુ પીવાના પાણી જેવા ગંભીર પ્રશ્ન સહિતની પ્રાથમિક સુવિધાઓની ચકાસણીમાં ઉદાસીન જોવા મળી રહ્યા છે.
અમદાવાદનું રાજકીય નેતૃત્વ
અમદાવાદ શહેર ગુજરાતના રાજકારણનું એક મુખ્ય કેન્દ્ર છે, જ્યાં ખુદ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી જેવા પદો ધરાવતું મજબૂત રાજકીય નેતૃત્વ છે. આ ઉપરાંત, શહેરમાં 3 સંસદ સભ્ય, 12 ધારાસભ્ય, પ્રદેશ ભાજપ પ્રમુખ અને 192 જેટલા મ્યુનિસિપલ કાઉન્સિલરોની વિશાળ ફોજ પ્રજાના પ્રતિનિધિ તરીકે કાર્યરત છે. આટલું સક્ષમ અને ઉચ્ચ સ્તરીય રાજકીય પીઠબળ હોવા છતાં, શહેરના નાગરિકો આજે પણ પીવાના શુદ્ધ પાણી જેવી અત્યંત પ્રાથમિક અને પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, જે આટલા મોટા શાસક અને વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
આ પણ વાંચો: વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ
વિપક્ષ જવાબદારીમાં નિષ્ફળ
અમદાવાદ મ્યુનિ.માં લાંબા સમયથી વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી રહેલા કોંગ્રેસના કાઉન્સિલરો વારે-તહેવારે માત્ર હાકલા-પડકારા કરીને સંતોષ માની બેસી જાય છે. લોકોને પીવાના પાણી માટે રીતસર વલખાં મારવા પડી રહ્યા છે. આ સ્થિતિમાં લાંબા સમયની અસરકારક લડત આજ સુધીમાં વિપક્ષે આપી નથી. સત્તાધીશો કામ ન કરતા હોય ત્યારે પ્રજા વતી અવાજ રજૂ કરવાની જવાબદારી વિપક્ષની છે. આ જવાબદારીમાં કોંગ્રેસના કાઉન્સિલરો નિષ્ફળ નીવડ્યા છે.
એક વર્ષમાં પાણીને લગતી ફરિયાદો
| ફરિયાદનો પ્રકાર | સંખ્યા |
| દૂષિત પાણી | 17,847 |
| પાણી નથી આવતું | 26,754 |
| લો-પ્રેશર | 7,852 |
| લાઇન લિકેજ | 18,998 |
| અન્ય | 2,791 |








