Gujarat

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ

By GS TEAM
14 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નિકોલ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નિકોલના ખોડિયાર મંદિર નજીક એક કારચાલકે અકસ્માત સર્જ્યા બાદ તેને રોકવાનો પ્રયાસ કરનાર વૃદ્ધને કારના બોનેટ પર ઢસડીને કાર ભગાવી મૂકી હતી. આ ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ

Ahmedabad Viral Video: અમદાવાદના નિકોલ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નિકોલના ખોડિયાર મંદિર નજીક એક કારચાલકે અકસ્માત સર્જ્યા બાદ તેને રોકવાનો પ્રયાસ કરનાર વૃદ્ધને કારના બોનેટ પર ઢસડીને કાર ભગાવી મૂકી હતી. આ ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, 13મી માર્ચની રાત્રે નિકોલના ખોડિયાર મંદિર પાસે એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત જોઈને ત્યાં હાજર એક વૃદ્ધ વ્યક્તિ કારચાલકને ઠપકો આપવા અને સમજાવવા ગયા હતા. જોકે, પકડાઈ જવાના ડરથી કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે વૃદ્ધ ઉપર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. વૃદ્ધ વ્યક્તિ પોતાની જાતને બચાવવા કારના બોનેટ પર ચડી ગયા હતા. કારચાલકે માનવતા નેવે મૂકી કાર ઊભી રાખવાને બદલે વૃદ્ધને બોનેટ પર બેસાડેલી હાલતમાં જ અંદાજે 500 મીટર સુધી પૂરઝડપે કાર ભગાવી મૂકી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પાછળ આવતા અન્ય વાહનચાલકે કેદ કરી લીધો હતો, જે હવે વાઈરલ થયો છે.

આ પણ વાંચો: કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા

પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી

આ મામલે નિકોલ પોલીસના જણાવ્યાનુસાર, અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ વાઈરલ વીડિયોની ગંભીરતાને જોતા અમે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ અને નિકોલ પોલીસ સંયુક્ત રીતે આ બેફામ કારચાલકની શોધખોળ કરી રહી છે.