Gujarat

અમદાવાદ: USDTમાં રોકાણના નામે નારણપુરાના યુવક પાસેથી 4.65 લાખ રૂપિયાની લૂંટ, વાસણા પોલીસ મથકે ફરિયાદ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નારણપુરાના યુવકને USDTમાં રોકાણના બહાને વાસણા બોલાવી, 4.65 લાખની રોકડ લૂંટી લેવાઈ છે. લીગલ ફર્મમાં કામ કરતા મેહુલભાઈ આદાણીને અમન પટેલ નામના શખ્સે ઉંચા વળતરની લાલચ આપી હતી. પાલડી અને વાસણા પાસે નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા બે શખ્સોએ રોકડ છીનવી લીધી હતી. આ ગેંગે અગાઉ પણ અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: USDTમાં રોકાણના નામે નારણપુરાના યુવક પાસેથી 4.65 લાખ રૂપિયાની લૂંટ, વાસણા પોલીસ મથકે ફરિયાદ

USDT Investment Crime Ahmedabad: અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા અને એક લીગલ ફર્મમાં કામ કરતા યુવકને USDTમાં રોકાણ પર ઊંચું વળતર અપાવવાની લાલચ આપીને એક ગેંગે વાસણા બોલાવી 4.65 લાખ રૂપિયાની રોકડની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. વાસણા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ મોડસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવતી ગેંગે અગાઉ પણ અનેક લોકો પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરી હતી.

નારણપુરા સ્થિત સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલભાઈ આદાણી ગોતામાં આવેલી એક લીગલ ફર્મમાં નોકરી કરે છે. તેઓ USDTમાં રોકાણ કરવા માંગતા હોવાથી મિત્ર મારફતે અમન પટેલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. અમન પટેલે તેમને સારા વળતરની ગેરંટી આપી હતી અને રોકાણ માટે રોકડ રકમ લઈને પહેલાં દુધેશ્વર સ્થિત ઓફિસે આવવા જણાવ્યું હતું.

ત્યારબાદ મેહુલભાઈ 4.65 લાખ રૂપિયા લઈને નીકળ્યા ત્યારે તેમને પાલડી ભટ્ટા વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પહોંચતા જ અમન પટેલે ફોન કરીને કહ્યું કે તેના બે માણસો કાર લઈને આવશે અને તેમની સાથે વાસણા જવાનું રહેશે. બાદમાં નંબર પ્લેટ વગરની કારમાં આવેલા બે શખ્સો મેહુલભાઈને વાસણા વાયુદેવ મંદિર પાસે લઈ ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે મેહુલભાઈને કારમાંથી નીચે ઉતારી મૂક્યા હતા અને નાણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે અમન પટેલ અને તેની સાથે સંકળાયેલી ગેંગે આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને અન્ય લોકો પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા છે.