અમદાવાદમાં સળંગ ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર

File Photo |
Gujarat Weather Update: અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં સળંગ ચોથી રાત્રેના 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર તબક્કાવાર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટઃ લોખંડી સુરક્ષા જાપ્તો
ગત રાત્રિના દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. આ સિવાય શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં અમદાવાદ, દાહોદ ઉપરાંત ગાંધીનગર, અમરેલી, નલિયા, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 15.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.9 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ જ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
આ પણ વાંચોઃ એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત
ક્યાં સૌથી નીચું તાપમાન?

