એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત

કપડવંજના આલમપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત
પીકઅપ વાનમાં કોંક્રિટ મીક્ષર મશીન ભરી મજૂરોને જોખમી રીતે લઈ જવાતા હતા : એસટી બસ સ્ટેન્ડ પર પેસેન્જર ભરવા બસ ધીમી પડી ત્યારે પીકઅપ વાન ટકરાયું : પીકઅપ વાનનો ચાલક ફરાર
કપડવંજ તાલુકામાં પાંખિયાથી કપડવંજ તરફ જતા રોડ ઉપર આલમપુરા બસ સ્ટેન્ડ પાસે એસટી બસના ડ્રાઈવરે પેસેન્જર ભરવા બસની ગતી ધીમી કરી હતી. ત્યારે પાછળથી પીકઅપ વાન અથડાયું હતું. પીકઅપ વાનની ટક્કર બાદ પલટી ખાઈ ગયું હતું. પીકઅપના ચાલક યોગેશભાઈ ઉર્ફે સુનિલભાઈ ભલાભાઈ ભોઈ (મહેરા)એ પીકઅપમાં કોંક્રિટ બનાવવાનું મીક્ષર મશીન જોખમી રીતે ભરી, ડાલામાં જગ્યા ના હોવા છતા જોખમી રીતે મજૂરોને ભરી પૂરઝડપે હંકારી જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. પીકઅપ વાનમાં સવાર જગતસિંહ ઉર્ફે સુરેશભાઈ અમરસિંહ ખાંટનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અને ગોર્ધનભાઈ જેસાભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ઉપરાંત બાલુભાઈ મોતીભાઈ પગી, મહેશભાઈ સુખાભાઈ કોટવાળ અને હરેશભાઈ જગાભાઈ ખોટ તથા બીજા ૧૦ લોકોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પીકઅપ ચાલક વાહન મૂકીને ભાગી ગયો હતો. અકસ્માતમાં ૧૦ જેટલા ઈજાગ્રસ્તોને કપડવંજ સીએચસી સેન્ટરથી રિફર કરી અમદાવાદ અને વાત્રક હોસ્પિટલ વધુ સારવાર માટે દાખલ કરાયા છે.
- ઘાયલ થયેલા વ્યક્તિઓના નામ
લક્ષ્મણ ભાઇ રમણભાઈ ખાંટ
તુલસી ભાઇ મોતિભાઈ ખાંટ
પ્રકાશ ભાઇ રયજી ભાઇ ખાંટ
મુકેશભાઈ જીવાભાઇ ખાંટ
વિરૂભાઈ જેઠાભાઈ ખાંટ
સંજયભાઈ ગલાભાઈ ખાંટ
વાઘાભાઈ ભવનભાઈ કોટવાલ
કાનુભાઈ ભુરાભાઈ ખાંટ
સુરેશભાઈ ડાયાભાઈ ખાંડ
વિજયકુમાર ખાંટ
પ્રવીણભાઈ કાંતિભાઈ વણઝારા
અનિલ કુમાર સુખાભાઈ કોટવાલ
પ્રકાશભાઈ વેલજીભાઈ
રાકેશભાઈ કાનાભાઇ ખાંટ
મહેશભાઈ અર્જુનભાઈ ખાંટ
ગૌરવભાઈ વિનુભાઈ ખાટ
પૃથ્વીભાઈ સરહા ભાઈ ખાંટ
નરેશભાઈ જીવાભાઈ ચૌહાણ

