Gujarat

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલેણ હુમલો

By GS TEAM
5 Mar 20262 mins read
TukuTouch Logo
શાહઆલમ વિસ્તારમાં આવેલી એક કાર વોશિંગની દુકાન પાસે એક કારચાલક પોતાની ગાડી પાર્ક કરી રહ્યો હતો. દુકાન માલિકે ત્યાં ગાડી પાર્ક કરવાની ના પાડતા કારચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલેણ હુમલો

Ahmedabad News : ગુજરાતનું આર્થિક પાટનગર અને 'સેફ સિટી' ગણાતું અમદાવાદ અત્યારે ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નજીવી બાબતે હત્યા અને હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના શહેરના શાહઆલમ વિસ્તારમાં બની છે. જ્યાં માત્ર કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા કારચાલકે કાર વોશિંગની દુકાનમાં ઘૂસી બાપ-દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, શાહઆલમ વિસ્તારમાં આવેલી એક કાર વોશિંગની દુકાન પાસે એક કારચાલક પોતાની ગાડી પાર્ક કરી રહ્યો હતો. દુકાન માલિકે ત્યાં ગાડી પાર્ક કરવાની ના પાડતા કારચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જોકે, મામલો ત્યાં શાંત પડવાને બદલે વધુ બિચક્યો હતો.

આરોપી કારચાલક પોતાની ગાડીમાંથી તીક્ષ્ણ છરી કાઢી લાવ્યો હતો અને સીધો જ દુકાનની અંદર ધસી ગયો હતો. આવેશમાં આવીને તેણે દુકાન માલિક અને તેમના પુત્ર પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. આ ઓચિંતા હુમલાથી પિતા-પુત્ર લોહીલુહાણ થઈ ગયા હતા.

આ પણ વાંચો : એક પણ ગોળી માર્યા વિના અમેરિકાને ઝુકાવી શકે છે ઈરાન! ચીની પ્રોફેસરનો ખતરનાક પ્લાન

CCTVમાં કેદ થયા ભયાનક દ્રશ્યો

આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હુમલાખોર અત્યંત આક્રમક મૂડમાં દુકાનમાં પ્રવેશ કરે છે અને જોતજોતામાં બાપ-દીકરા પર તૂટી પડે છે. આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડી પાડી પિતા-પુત્રને વધુ ઈજા થતા બચાવ્યા હતા.

પિતા પુત્ર ગંભીર

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વધતી જતી આવી હિંસક ઘટનાઓએ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. લોકોમાં સહિષ્ણુતાનો અભાવ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર હવે સવાલો ઉઠી રહ્યા છે.