Get The App

અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના 1 - image


Ahmedabad News: અમદાવાદમાં મંગળવારે (2 સપ્ટેમ્બર) સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણેય યુવકોનું મોત નિપજ્યું હતું. કલાકો સુધી રેસક્યુની કાર્યવાહી બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનાને લઈને હવે તે સમયનો વીડિયો સામે આવ્યો છે. 



આ પણ વાંચોઃ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગુજરાત હાઇકોર્ટના શરણે, DEOના નિર્ણયને ફેંક્યો પડકાર

ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

દુર્ઘટના સમયનો સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ચાર યુવકો હોડી બેઠા છે. જેમાંથી એક યુવક હલેસા બોટને હોડી આગળ વધારે છે. જોકે, અચાનક આ લોકો મસ્તી કરવા લાગે છે. મસ્તી-મસ્તીમાં એક યુવક ઊભો થઈને હોડીની કિનારી પર બેસી જાય છે અને બંને હાથે હોડી હલાવવા લાગે છે. અન્ય ત્રણ લોકો પણ બે હાથથી હોડીને એ જ પ્રકારે હલાવે છે અને બાદમાં અચાનક આ હોડી પલટી મારી દે છે અને ચારેય યુવકો તળાવમાં ડૂબી જાય છે. જેમાંથી એક બચી જાય છે અને ત્રણનું ડૂબવાના કારણે મોત નિપજે છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, મંગળવારે 5.45 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને એક દુર્ઘટનાનો ફોન આવ્યો હતો. જેમાં ત્રણથી ચાર યુવકો ડૂબ્યાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ફાયરની ટીમ તાત્કાલિક રેસ્ક્યુ માટે પહોંચી ગઈ હતી અને ચારેયને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણનું મોત નિપજ્યું અને એક જીવિત બચ્યો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

Tags :