Gujarat

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ

By GS TEAM
23 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારની રજામાં ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભય માહોલ ફેલાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ

Firing In Ingoli,Dholka: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારની રજામાં ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભય માહોલ ફેલાયો હતો.

ક્રિકેટ રમતા કોઈ બાબતે તકરાર થતા બંને પક્ષો સામસામે 

મળતી માહિતી અનુસાર, ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન કોઈ બાબતે તકરાર થતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ બબાલ એટલી વધી ગઈ હતી કે ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના શખસે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા ફાયરિંગને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ વાંચો: 10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમની ટીમે ઉગારી

DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ ધોળકા ડિવિઝનના ડીવાયએસપી (DySP), ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઈંગોલી ગામે દોડી ગયો હતો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. 

ભોગ બનનાર પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર વહિદખાન પઠાણ પાસે રિવોલ્વરનું માન્ય લાયસન્સ છે કે નહીં? જો લાયસન્સ હોય, તો કાયદાનો ભંગ કરીને જાહેરમાં હથિયારનો ઉપયોગ કરવા બદલ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા. જો હથિયાર ગેરકાયદે હોય, તો તે ક્યાંથી લાવવામાં આવ્યું તે અંગેની પૂછપરછ કરાશે. હાલ ધોળકા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.