અમદાવાદમાં પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો અકસ્માત

Ahmedabad Accident: અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં, બુધવારે (15 ઓક્ટોબર) વહેલી સવારે પ્રહલાદનગર વિસ્તારમાં એક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચોઃ સવારથી ગુમ થયેલા યુવકનો ઉસ્માનપુરાગટરલાઈનમાંથી વીસ ફુટ ઉંડેથી મૃતદેહ બહાર કઢાયો
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બુધવારે (15 ઓક્ટોબર) વહેલી સવારે પ્રહલાદનગર ગાર્ડન પાસે એક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બંને વાહનો ઓવરસ્પીડમાં હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, આ ટક્કર એટલી જોરદાર હતી કે, ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો અને કારને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું.
જોકે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને અકસ્માતના કારણે થયેલા ટ્રાફિકને દૂર કરવામાં લોકોએ સાથે મળીને એકબીજાની મદદ કરી હતી. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.