સવારથી ગુમ થયેલા યુવકનો ઉસ્માનપુરાગટરલાઈનમાંથી વીસ ફુટ ઉંડેથી મૃતદેહ બહાર કઢાયો
કોર્પોરેશન દ્વારા ગટરલાઈન રીહેબની કામગીરી કેપીટલ એન્જીનિયરીંગને અપાઈ છે
અમદાવાદ, મંગળવાર, 14 ઓકટોબર,2025
અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા ગટરલાઈન રીહેબ કરવાની કામગીરી કોન્ટ્રાકટર કેપીટલ એન્જીનિયરીંગને આપવામા
આવી છે.મંગળવારે સવારે આ યુવક અંગે શોધખોળ કરાઈ હતી. આમછતાં તે મળી નહીં આવતા ફાયર
અને પોલીસ વિભાગની મદદ લેવાઈ હતી. ફાયર વિભાગે વીસ ફુટ ઉંડેથી યુવકના મૃતદેહને
બહાર કાઢયો હતો.
ઉસ્માનપુરા અંડરપાસ પાસે કોર્પોરેશન તરફથી ગટરલાઈન રીહેબ
કરવાની કામગીરી રાત્રિ દરમિયાન ચાલતી
હતી.કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, સામાન્ય રીતે
કામગીરી ચાલતી હોય તે સમયે સાઈટ ઉપર બેથી ત્રણ કામદારો મુકવામા આવતા હોય છે.
એજન્સી દ્વારા મંગળવારે સવારે તપાસ કરાતા અભિષેક બડેવાલા નામનો યુવક મળી આવ્યો
નહોતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા વીસ મિનીટની મહેનત પછી ગટરલાઈનમા વીસ ફુટ
ઉંડાઈએથી રસ્સાની મદદથી યુવકના મૃતદેહને બહાર કઢાયો હતો. કોની બેદરકારીથી અને કયા
કારણથી યુવક ગટરલાઈનમા ગરકાવ થયો એ અંગે પોલીસતપાસ હાથ ધરશે.