Gujarat

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસે રેકી કરી

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ રેલવેની LCBની ટીમે એક રીઢા ગુનેગારને પકડવા માટે દિલ્હીમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું છે. ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ પીવડાવી બેભાન કરીને તેનો કિંમતી સામાન, દાગીના તથા એટીએમ કાર્ડની ચોરી કરનાર અમિત ઠાકુરને પોલીસે દિલ્હીથી દબોચી લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસે રેકી કરી

Ahmedabad Crime News: અમદાવાદ રેલવેની LCBની ટીમે એક રીઢા ગુનેગારને પકડવા માટે દિલ્હીમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું છે. ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ પીવડાવી બેભાન કરીને તેનો કિંમતી સામાન, દાગીના તથા એટીએમ કાર્ડની ચોરી કરનાર અમિત ઠાકુરને પોલીસે દિલ્હીથી દબોચી લીધો છે.

પોલીસ બની ફુગ્ગા વેચનાર બનીને આરોપીની રેકી કરી

આ આરોપી એટલો ચાલાક હતો કે તેને પકડવા માટે રેલવે પોલીસની ટીમે સતત 7 દિવસ સુધી દિલ્હીમાં ધામા નાખ્યા હતા. પોલીસ અધિકારીઓએ પોતાની ઓળખ છુપાવીને ફેરિયા અને ફુગ્ગા વેચનારા બનીને આરોપીના ઘરની આસપાસ રેકી કરી હતી. જેવો અમિત ઠાકુર તેના ઘરે પહોંચ્યો કે તરત જ પોલીસે તરાપ મારી તેની ધરપકડ કરી લીધી હતી.

આરોપી સામે અન્ય 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા 

મળતી માહિતી અનુસાર, આરોપી અમિત ઠાકુર સામે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશમાં 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. તેની મોડસ ઓપરેન્ડી અત્યંત જોખમી હતી; તે મુસાફરોનો વિશ્વાસ જીતી તેમને નશીલા પદાર્થો યુક્ત પીણું પીવડાવી દેતો અને તેઓ બેભાન થાય એટલે રોકડ તેમજ ઘરેણાંની લૂંટ ચલાવતો હતો. ખાસ કરીને તે મુસાફરોના એટીએમ કાર્ડની ચોરી કરી બેન્કમાંથી નાણાં ઉપાડી લેવામાં પણ માહિર હતો. હાલ રેલવે પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં અન્ય કેટલીક મોટી ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત

ખતરનાક મોડસ ઓપરેન્ડી

વેસ્ટર્ન રેલ્વે LCBના DySP ચેતન મુધવાના જણાવ્યાનુસાર, અમદાવાદ રેલવે એલસીબી ટીમે દિલ્હીથી અમિત કુમાર સુખદેવ ઠાકુર નામના એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે, જે મૂળ બિહારનો વતની છે અને દિલ્હીમાં રિક્ષા ચાલક તરીકે કામ કરતો હતો. આ આરોપી ટ્રેનના સ્લીપર કોચમાં લાંબી મુસાફરી દરમિયાન પેસેન્જરો સાથે મિત્રતા કેળવી, તેમનો વિશ્વાસ જીતીને તેમના ખાણીપીણીમાં ઊંઘની ગોળીઓ કે અલ્ટ્રાઝોમ જેવી કેફી દવાઓ ભેળવી તેમને બેભાન કરી દેતો અને તેમના જીવ જોખમમાં મૂકીને તેમની પાસેથી રોકડ, કિંમતી દાગીના, મોબાઈલ અને એટીએમ કાર્ડની ચોરી કરતો હતો. 

આરોપી પાસેથી રોકડ અને ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા

આરોપી મુસાફરોના ફોનમાંથી સીમકાર્ડ મેળવી નજીકના એટીએમમાંથી પૈસા પણ ઉપાડી લેતો હતો. આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા વિવિધ રાજ્યોમાં અંદાજે 25 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. અમદાવાદ રેલવે એલસીબીની ટીમે દિલ્હીમાં સાત દિવસ સુધી રોકાઈને, સ્થાનિક ફેરિયાઓ અને મજૂરોનો વેશ ધારણ કરી વોચ ગોઠવીને આ આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી 2 લાખની રોકડ અને ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે. આરોપીએ પોતાના મોજશોખ અને આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે આ ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરી હતી.