Gujarat

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા

By GS TEAM
29 Jun 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 12 જૂને ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થતા વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત નિપજ્યા છે. આ સિવાય વિમાન જે બી.જે મેડિકલની હોસ્ટેલમાં ક્રેશ થયું ત્યાં પણ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મૃતકોના આંકડાની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 260 લોકોના મોત નિજ્યા છે અને તમામ લોકોના પાર્થિવદેહને સન્માનભેર પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા

Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂને ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થતા વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત નિપજ્યા છે. આ સિવાય વિમાન જે બી.જે મેડિકલની હોસ્ટેલમાં ક્રેશ થયું ત્યાં પણ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. દુર્ઘટનાના 17 દિવસ બાદ આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મૃતકોના આંકડાની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 260 લોકોના મોત નિજ્યા છે અને તમામ લોકોના પાર્થિવદેહને સન્માનભેર પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે.

260 મૃતકોની કેવી રીતે કરાઈ ઓળખ? 

ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, 12મી જૂને એર ઈન્ડિયાના પ્લેનક્રેશની ઘટનામાં કુલ 260 જેટલા પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ 260 પરિજનોનામાં 241 મુસાફર હતા અને 19 જેટલા નોન પેસેન્જર હતા. જેમાંથી 6 જેટલાં મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા તેમના પાર્થિવદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ સાથે જ જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી તેવા 254 જેટલા લોકોને પરિજનો સાથે ડીએનએ મેચિંગ કરીને મૃતદેહોને સોંપી દેવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ કર્ણાટકમાં બે-ત્રણ મહિનામાં જ CM બદલાશે, શિવકુમારને સોંપાશે સત્તા: કોંગ્રેસ ધારાસભ્યના દાવાથી રાજકારણ ગરમાયું

દરેક વિભાગના સંકલનથી દર્દનાક ઘટનાનો આટોપી શક્યા

આ વિશે વધુ વાત કરતા મંત્રીએ કહ્યું કે, 'આ તમામ ઘટનામાં આરોગ્ય કર્મી, પોલીસ કર્મી, AMCની ટીમ, સ્વંયસેવી સંસ્થાઓ તેમજ સ્થાનિકોએ જે રીતે આખી આ ઘટનાની અંદર મદદ કરી અને એકબીજા વિભાગોના સંકલન દ્વારા આપણે આ દર્દનાક ઘટનાને આટોપી શક્યા છીએ. એમાં પણ જ્યારે પરિજનો ખૂબ દુઃખી હાલતમાં હોય ત્યારે તેમની મદદમાં સમયસર તેમના પરિજનોના પાર્થિવદેહની માંગણીને પૂરી કરી શક્યા છીએ. આ સિવાય છેલ્લો મૃતદેહનો ડીએનએ મેચ થતા તે પાર્થિવ શરીરની પણ પરિવારને સોંપણી કરવામાં આવી છે.'

સંસ્થાઓ અને મદદે આવનારા લોકોનો માન્યો આભાર

આ સિવાય ઋષિકેશ પટેલે દુર્ઘટનામાં મદદે આવેલા આરોગ્ય કર્મી, એફએલની ટીમ, એએમસીની ટીમ, સ્વયંસેવી સંસ્થાઓ તેમજ સ્થાનિકોની સરાહના કરી. તેમજ આ દુર્ઘટનામાં નાની- મોટી મદદ કરનારાનો પણ આભાર માન્યો.

આ પણ વાંચોઃ જોતજોતાંમાં નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, 162 બાળકોનું કરાયું રેસ્ક્યૂ: જમશેદપુરમાં કુદરતનો પ્રકોપ

મૃતકોની વિગત

જે 260 લોકો આ દુર્ઘટનાનો શિકાર બન્યા તેમાંથી 160 ભારતીય હતા, 7 પોર્ટુગીઝ હતા, 52 બ્રિટિશ અને 1 કેનેડિયન હતાં. આ જુદા દેશોના નાગરિકોને પણ તેમને જોઇતી તમામ મદદ પૂરી પાડીને તેમના પાર્થિવ દેહોને સમયસર તેમના ઘર સુધી પહોંચાડી શકાયા છે.